શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પર્વ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 07th, 10:31 am
શિક્ષક પર્વના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ રહેલ કેબિનેટમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રીમતી અન્નપૂર્ણા દેવી જી, ડૉ. સુભાષ સરકારજી, ડૉ. રાજકુમાર રંજન સિંહજી, દેશના જુદા જુદા રાજ્યોના આદરણીય શિક્ષણ મંત્રીગણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના તમામ આદરણીય સન્માનિત સભ્યગણ, સંપૂર્ણ દેશમાંથી અમારી સાથે ઉપસ્થિત તમામ વિદ્વાન આચાર્યગણ, શિક્ષકગણ અને વ્હાલા વિદ્યાર્થીઓ!પ્રધાનમંત્રીએ શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું, શિક્ષણ ક્ષેત્ર માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પહેલોનો પણ પ્રારંભ કર્યો
September 07th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ (મુકબધીરો માટે ઑડિયો અને ટેક્સ્ટ સંમિલિત સાંકેતિક ભાષા વીડિયો, જે અભ્યાસની યુનિવર્સિલ ડિઝાઇનને અનુરૂપ છે), ટોકિંગ બુક્સ (પ્રજ્ઞાચક્ષુઓ માટે ઑડિયો પુસ્તકો), CBSEનું શાળા ગુણવત્તા ખાતરી અને મૂલ્યાંકન માળખુ, NIPUN ભારત માટે NISHTHA શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ અને વિદ્યાંજલી પોર્ટલ (શાળાના વિકાસ માટે શિક્ષણ સ્વયંસેવકો/ દાતાઓ/ CSR યોગદાન કરનારાઓ માટે સુવિધા)નો પણ પ્રારંભ કર્યો હતો.પ્રધાનમંત્રી 7 સપ્ટેમ્બરે શિક્ષક પર્વના પ્રથમ સંમેલનને સંબોધિત કરશે
September 05th, 02:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષક પર્વના પ્રથમ સંમેલનને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં અનેક અગત્યની પહેલોનો પણ શુભારંભ કરશે.