ગુજરાતનાં ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 23rd, 06:51 pm

ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન ઓ પી કોહલીજી, મુખ્યમંત્રી શ્રી રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, મંત્રી પરિષદના તેમના સહયોગી શ્રીમાન ભુપેન્દ્રજી ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જર્નલ ડૉ. જે. એમ. વ્યાસ, પદવીદાનમાં ઉપસ્થિત તમામ મહાનુભવો, પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ, તેમના અભિભાવક અને આજે પ્રધાનમંત્રીનાં વિશેષ અતિથિ એવા જે શાળાના બાળકો જેઓ આવ્યા છે તેઓ મારા ખાસ મહેમાનો છે. ભાઈઓ અને બહેનો આપ સૌનું ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં હું પણ હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું. અને આ સ્વાગત હું એટલા માટે કરી રહ્યો છું કે કોઈ ભૂલ ન કરી બેસે કે હું અહિં અતિથિ છું. સૌથી પહેલા હું તે વિદ્યાર્થીઓને હૃદયથી અભિનંદન પાઠવું છું, જેમને આજે પદવી મળી રહી છે અને જેઓ પોતાના જીવનમાં આગળ ખૂબ મહત્ત્વપૂર્ણ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હું તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓના માતા-પિતા અને તેમના પરિવારના અન્ય સદસ્યોને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમનો ઉછેર, તેમના પ્રયત્નો અને તેમના પરિશ્રમ વડે જ આજે તેમની લાડકી દીકરી અને લાડકો દીકરો સફળતાના આ શિખર પર પહોંચી શક્યા છે.

પ્રધાનમંત્રીએ ગુજરાત ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી

August 23rd, 06:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.