કેરળના વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 10th, 07:40 pm
આદરણીય મુખ્યમંત્રી, રાજ્યપાલ શ્રી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી અને આ ધરતીની સંતાન સુરેશ ગોપીજી! જ્યારથી મેં આ દુર્ઘટના વિશે સાંભળ્યું ત્યારથી હું અહીં સતત સંપર્કમાં છું, હું દરેક ક્ષણની માહિતી લઈ રહ્યો છું અને કેન્દ્ર સરકારના તમામ અંગો, જેઓ આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, તેમને તાત્કાલિક મોબેલાઈઝ કરવા અને આપણે સૌ મળીને આ ભયંકર આફતમાં આપણા જે પરિવારો આ મુશ્કેલીમાં ઘેરાયા હતા, તેમની સહયતા કરવાનો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે, કેન્દ્ર રાહત પ્રયાસોમાં સહાય માટે શક્ય તમામ સાથસહકારની ખાતરી આપે છે
August 10th, 07:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે અને કેન્દ્ર રાહત પ્રયત્નોમાં સહાય માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સહાય અને રાહત કાર્યો માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. પ્રધાનમંત્રીએ આજે કેરળના વાયનાડમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી
August 30th, 04:39 pm
બાળકોએ પ્રધાનમંત્રીને રાખડી બાંધી, તેમજ તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી. બાળકોએ ચંદ્રયાન-3 મિશનની તાજેતરની સફળતા પર તેમની હકારાત્મક લાગણીઓ શેર કરી અને આગામી આદિત્ય એલ-1 મિશન વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો.કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી વર્ષ 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથેની કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ"ને મંજૂરી આપી
February 15th, 03:51 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ (વીવીપી)ને મંજૂરી આપી છે.પ્રધાનમંત્રી 10મી સપ્ટેમ્બરે 'સેન્ટર- સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ'નું ઉદ્ઘાટન કરશે
September 09th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે.