લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી
April 21st, 11:01 pm
લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદીપ્રધાનમંત્રીએ સનદી સેવા દિવસ નિમિત્તે સનદી અધિકારીઓને સંબોધન કર્યું
April 21st, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.પ્રધાનમંત્રી આવતીકાલે લોક પ્રશાસન શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરશે તેમજ સનદી અધિકારીઓને સંબોધન કરશે
April 20th, 03:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 21 એપ્રિલનાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રાધાન્ય ધરાવતા સુનિશ્ચિત કાર્યક્રમોનાં અસરકારક અમલીકરણ માટે તથા જિલ્લા/અમલીકરણ એકમો તેમજ કેન્દ્ર/રાજ્ય સંગઠનોમાં નવીનીકરણ અને ઉત્તમ કામગીરી બદલ શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સનદી અધિકારીઓને સંબોધન કરશે.