પ્રધાનમંત્રી NXT કોન્ક્લેવમાં મહાનુભાવોને મળ્યાં અને તેમની સાથે વાતચીત કરી
March 01st, 04:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત એનએક્સટી કોન્ક્લેવમાં વિવિધ મહાનુભાવોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. મહાનુભાવોની યાદીમાં શ્રી કાર્લોસ મોન્ટેસ, પ્રોફેસર જોનાથન ફ્લેમિંગ, ડો. એન લિબર્ટ, પ્રો. વેલેનિન પોપોવસ્કી, ડો. બ્રાયન ગ્રીન, શ્રી એલેક રોસ, શ્રી ઓલેગ આર્ટેમેયેવ અને શ્રી માઇક મેસિમિનોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મળ્યા
March 01st, 02:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં NXT કોન્ક્લેવમાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘેને મળ્યા.પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને મળ્યા
March 01st, 02:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં NXT કોન્ક્લેવમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી ટોની એબોટને મળ્યા.દિલ્હીમાં 'જહાં-એ-ખુસરો 2025' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
February 28th, 07:31 pm
આજે જહાં-એ-ખુસરો આવ્યા પછી મન ખુશ થવું ખૂબ જ સ્વાભાવિક છે. હઝરત અમીર ખુસરોને જેઓ વસંતના દીવાના હતા, તે વસંત આજે અહીં દિલ્હીની ઋતુમાં જ નહીં, પણ ખુસરોની જહાં-એ-ખુસરોની આ આબોહવામાં પણ જોવા મળે છે. હઝરત ખુસરોના શબ્દોમાં કહીએ તો -પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં ભાગ લીધો
February 28th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે સૂફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થયા હતા.નેતાઓનું નિવેદન: યુરોપિયન કમિશનના પ્રમુખ અને EU કોલેજ ઓફ કમિશનર્સ ટુ ઇન્ડિયા સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની મુલાકાત (ફેબ્રુઆરી 27-28, 2025)
February 28th, 06:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને પુષ્ટિ કરી હતી કે, યુરોપિયન યુનિયન-ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારીએ તેમના લોકો માટે અને વ્યાપક વૈશ્વિક ભલાઈ માટે મજબૂત લાભ પ્રદાન કર્યા છે. તેમણે આ ભાગીદારીને ઉચ્ચ-સ્તર સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે ભારત-યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક ભાગીદારીના 20 વર્ષ અને ભારત-ઈસી સહકાર સમજૂતીના 30 વર્ષથી વધુના ગાળાને અનુરૂપ છે.પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં જહાં-એ-ખુસરો 2025માં ભાગ લેશે.
February 27th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:30 વાગ્યે નવી દિલ્હીનાં સુંદર નર્સરી ખાતે ભવ્ય સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થશે.હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 27th, 12:35 pm
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.તેલંગાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 26th, 01:35 pm
તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 22nd, 01:39 pm
દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:00 pm
વરિષ્ઠ નેતા શ્રી શરદ પવારજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ ડૉ. તારા ભાવલકરજી, ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રવિન્દ્ર શોભણેજી, સર્વ સભ્યો, મરાઠી ભાષાના સર્વ વિદ્વાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું
February 21st, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા તેમણે નવી દિલ્હીમાં આયોજિત મરાઠી ભાષાના ભવ્ય કાર્યક્રમમાં તમામ મરાઠીઓનું સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન કોઈ ભાષા કે પ્રદેશ પૂરતું મર્યાદિત નથી એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલનમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સાર તેમજ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે.નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
February 21st, 11:30 am
હું અહીં ઘણા મહાન વ્યક્તિઓને જોઉં છું જેમ કે ભૂતાનના પ્રધાનમંત્રી, મારા ભાઈ દાશો ત્શેરિંગ તોબગેજી, SOUL બોર્ડના ચેરમેન સુધીર મહેતા, ઉપાધ્યક્ષ હસમુખ અઢિયા, ઔદ્યોગિક જગતના દિગ્ગજો જેઓ પોતાના જીવનમાં, પોતાના ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરું પાડવામાં સફળ રહ્યા છે. હું અહીં મારા યુવા મિત્રોને પણ જોઉં છું જે ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદઘાટન કર્યું
February 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) લીડરશીપ કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું હતું. જે તેની પ્રથમ આવૃત્તિ છે. તમામ પ્રતિષ્ઠિત નેતાઓ અને ભવિષ્યના યુવા નેતાઓને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેટલીક ઇવેન્ટ ખૂબ જ પ્રિય હોય છે અને આજે આ પ્રકારની એક ઇવેન્ટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રનિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકોનો વિકાસ જરૂરી છે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓનો વિકાસ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓને તૈયાર કરવા જરૂરી છે, જે સમયની માગ છે. એટલે તેમણે જણાવ્યું હતું કે, શાળા ઑફ અલ્ટિમેટ લીડરશીપ વિકસિત ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. SOUL માત્ર સંસ્થાનું નામ જ નથી, પરંતુ SOUL એ ભારતનાં સામાજિક જીવનનો આત્મા બનશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય અર્થમાં SOUL આધ્યાત્મિક અનુભવનાં હાર્દને પણ સુંદર રીતે આકર્ષે છે. SOULનાં તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, નજીકના ભવિષ્યમાં ગુજરાતનાં ગિફ્ટ સિટી નજીક SOULનું એક નવું, વિશાળ કેમ્પસ તૈયાર થઈ જશે.પ્રધાનમંત્રીએ શ્રી પ્રવેશ સાહિબ સિંહ, શ્રી આશિષ સૂદ, સરદાર મનજિંદર સિંહ સિરસા, શ્રી રવિંદર ઈન્દ્રરાજ સિંહ, શ્રી કપિલ મિશ્રા અને શ્રી પંકજ કુમાર સિંહને દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
February 20th, 01:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી પ્રવેશ સાહિબ સિંહ, શ્રી આશિષ સૂદ, સરદાર મનજિંદર સિંહ સિરસા, શ્રી રવિંદર ઇન્દ્રરાજ સિંહ, શ્રી કપિલ મિશ્રા અને શ્રી પંકજ કુમાર સિંહને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રીમતી રેખા ગુપ્તાને અભિનંદન પાઠવ્યા
February 20th, 01:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ પાયાના સ્તરેથી ઉભરી આવ્યા છે, કેમ્પસ રાજકારણ, રાજ્ય સંગઠન, મ્યુનિસિપલ વહીવટમાં સક્રિય રહ્યાં અને હવે ધારાસભ્યની સાથે સાથે મુખ્યમંત્રી પણ છે.Prime Minister welcomes Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani to India
February 17th, 09:55 pm
The Prime Minister, Shri Narendra Modi extended a warm welcome to the Amir of Qatar, H.H. Sheikh Tamim Bin Hamad Al Thani, upon his arrival in India.દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પ્રધાનમંત્રીએ સૌને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવાની વિનંતી કરી
February 17th, 08:08 am
દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવાની વિનંતી કરી છે. શ્રી મોદીએ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
February 16th, 07:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.ત્રિપુરાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 15th, 03:57 pm
ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રો. (ડૉ.) માણિક સાહાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.