નીતિ યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ, માનકીકરણ, મોનિટરિંગ ફ્રેમવર્ક અને લોજિસ્ટિક્સ સેવાઓમાં વધુ કાર્યક્ષમતા માટે કૌશલ્ય વિકાસ રજૂ કરે છે
September 21st, 04:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને મંજૂરી આપી છે. આ નીતિ લોજિસ્ટિક્સ સેક્ટર માટે સર્વોચ્ચ આંતરશાખાકીય, ક્રોસ-સેક્ટરલ, બહુ-અધિકારક્ષેત્ર અને વ્યાપક નીતિ માળખું મૂકે છે. આ નીતિ PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને પૂરક બનાવે છે. જ્યારે PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય સંકલિત માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, ત્યારે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ, નિયમનકારી માળખું, કૌશલ્ય વિકાસ, ઉચ્ચ શિક્ષણમાં લોજિસ્ટિક્સને મુખ્ય પ્રવાહમાં લાવવા અને યોગ્ય તકનીકોને અપનાવવા દ્વારા લોજિસ્ટિક્સ સેવાઓ અને માનવ સંસાધનોમાં કાર્યક્ષમતા લાવવાની પરિકલ્પના કરવામાં આવી છે.