ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
November 24th, 11:30 am
મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ રેલીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 27th, 05:00 pm
એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું
January 27th, 04:30 pm
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ એનસીસી કેડેટ તરીકે પોતે એનસીસી કેડેટ તરીકે એનસીસી કેડેટની વચ્ચે જ્યારે તેઓ ઉપસ્થિત હોય છે, ત્યારે તેમની યાદોને યાદ કરવી સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનસીસી કેડેટ્સ વચ્ચે ઉપસ્થિત રહેવાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર પ્રદર્શિત થાય છે. તેમણે દેશનાં વિવિધ ભાગોનાં કેડેટ્સની હાજરીનું અવલોકન કર્યું હતું. તેમણે એનસીસીનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ નવી શરૂઆતનો સંકેત છે. તેમણે વાયબ્રન્ટ વિલેજ યોજના હેઠળ સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા સરહદી વિસ્તારોના ગામોના 400થી વધુ સરપંચો અને દેશભરના સ્વસહાય જૂથોની 100થી વધુ મહિલાઓની હાજરીની પણ નોંધ લીધી હતી.