નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ રેલીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 27th, 05:00 pm

એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું

January 27th, 04:30 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ એનસીસી કેડેટ તરીકે પોતે એનસીસી કેડેટ તરીકે એનસીસી કેડેટની વચ્ચે જ્યારે તેઓ ઉપસ્થિત હોય છે, ત્યારે તેમની યાદોને યાદ કરવી સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનસીસી કેડેટ્સ વચ્ચે ઉપસ્થિત રહેવાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર પ્રદર્શિત થાય છે. તેમણે દેશનાં વિવિધ ભાગોનાં કેડેટ્સની હાજરીનું અવલોકન કર્યું હતું. તેમણે એનસીસીનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ નવી શરૂઆતનો સંકેત છે. તેમણે વાયબ્રન્ટ વિલેજ યોજના હેઠળ સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા સરહદી વિસ્તારોના ગામોના 400થી વધુ સરપંચો અને દેશભરના સ્વસહાય જૂથોની 100થી વધુ મહિલાઓની હાજરીની પણ નોંધ લીધી હતી.

PM Modi urges NCC/NSS volunteers to share their experiences of Republic Day Parade

January 24th, 05:02 pm

Ahead of the Republic Day Celebrations, Prime Minister Narendra Modi addressed the tableaux artists, NCC/NSS volunteers who would be taking part in the Republic Day parade this year. The PM urged them to share their memorable experiences of participating in the Parade with him on the NaMo app.

નવી દિલ્હીમાં NCC/NSS કેડેટ્સ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 24th, 03:26 pm

તમે અહીં આપેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિ જોઈને મને ગર્વની લાગણી થાય છે. તમે અહીં રાણી લક્ષ્મીબાઈના ઐતિહાસિક વ્યક્તિત્વ અને ઈતિહાસની ઘટનાઓને થોડી જ ક્ષણોમાં જીવંત કરી છે. આપણે બધા આ ઘટનાઓથી પરિચિત છીએ, પરંતુ તમે જે રીતે તેને રજૂ કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે. તમે પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનવાના છો. અને આ વખતે તે બે કારણોસર વધુ ખાસ બન્યો છે. આ 75મો ગણતંત્ર દિવસ છે. અને બીજું, પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડ દેશની મહિલા શક્તિને સમર્પિત છે. આજે હું દેશના વિવિધ ભાગોમાંથી આટલી મોટી સંખ્યામાં દીકરીઓને અહીં આવેલી જોઈ રહ્યો છું. તમે અહીં એકલા નથી આવ્યા, તમે બધા તમારી સાથે તમારા રાજ્યોની સુગંધ, વિવિધ રીત-રિવાજોનો અનુભવ અને તમારા સમાજની સમૃદ્ધ વિચારસરણી લઈને આવ્યા છો. આજે તમારી મુલાકાત પણ એક ખાસ પ્રસંગ બની જશે. આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે છે. આજનો દિવસ દીકરીઓની હિંમત, ભાવના અને સિદ્ધિઓના વખાણ કરવાનો છે. દીકરીઓમાં સમાજ અને દેશને સુધારવાની ક્ષમતા હોય છે. ઈતિહાસના જુદા જુદા સમયગાળામાં ભારતની દીકરીઓએ પોતાના દૃઢ ઈરાદા અને સમર્પણની ભાવનાથી ઘણા મોટા ફેરફારોનો પાયો નાખ્યો છે. આ ભાવના તમે થોડા સમય પહેલા આપેલી રજૂઆતમાં પણ પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું

January 24th, 03:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈના જીવનનું ચિત્રણ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાએ આજે ભારતનાં ઇતિહાસને જીવંત કર્યો છે. તેમણે આ કાર્યક્રમમાં સામેલ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ હવે પ્રજાસત્તાક દિનની પરેડનો ભાગ બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રસંગ બે કારણોથી વિશેષ છે– 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ભારતની નારી શક્તિ પ્રત્યે સમર્પણ. સમગ્ર ભારતમાંથી સહભાગી થનારી મહિલાઓનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં એકલાં નથી આવ્યાં, પણ તેમણે તેમનાં સંબંધિત રાજ્યો, તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને તેમનાં સમાજની ભવિષ્યલક્ષી વિચારસરણીનાં હાર્દને સાથે સાથે લાવ્યાં છે. આજે અન્ય એક વિશેષ પ્રસંગની નોંધ લઈને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાલિકા દિવસનો ઉલ્લેખ કર્યો હતો, જે તેમનાં સાહસ, દ્રઢ નિશ્ચય અને સિદ્ધિઓની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની દીકરીઓ સારા માટે સમાજને સુધારવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ વિવિધ ઐતિહાસિક સમયગાળામાં સમાજનો પાયો નાંખવામાં મહિલાઓનાં યોગદાન પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, આ માન્યતા આજના સાંસ્કૃતિક પ્રદર્શનમાં જોવા મળી છે.

એનપીડીઆરઆરની ત્રીજી બેઠક અને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર – 2023માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 10th, 09:43 pm

સૌ પ્રથમ, હું આપત્તિ સ્થિતિસ્થાપકતા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. કારણ કે કામ એવું છે કે ઘણી વખત તમે તમારા જીવને જોખમમાં મૂકીને પણ બીજાના જીવ બચાવવા માટે ખૂબ જ શાનદાર કામ કરો છો. તાજેતરમાં, સમગ્ર વિશ્વએ તુર્કી અને સીરિયામાં ભારતીય ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે અને આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભારતે જે રીતે રાહત અને બચાવ સંબંધિત તેના માનવ સંસાધન અને ટેક્નૉલોજિકલ ક્ષમતામાં વધારો કર્યો છે, તેનાથી દેશમાં પણ વિવિધ આપત્તિઓ દરમિયાન પણ ઘણા લોકોનાં જીવન બચાવવામાં મદદ મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સિસ્ટમ વધુ મજબૂત બને, તેને માટે પ્રોત્સાહન મળે અને સમગ્ર દેશમાં તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ પણ ઊભું થાય એ કાર્ય માટે અને એટલે એક વિશેષ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આજે અહીં બે સંસ્થાઓને આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી ચક્રવાતથી લઈને સુનામી સુધીની વિવિધ આપત્તિઓ દરમિયાન ઉત્તમ કામગીરી કરતી આવી છે. એ જ રીતે, મિઝોરમના લુંગલેઈ ફાયર સ્ટેશને જંગલની આગને કાબૂમાં લેવા અથાક મહેનત કરી, સમગ્ર વિસ્તારને બચાવ્યો અને આગને ફેલાતી અટકાવી. હું આ સંસ્થાઓમાં કામ કરતા તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ આપત્તિનું જોખમ ઘટાડવા માટેનાં રાષ્ટ્રીય મંચનાં ત્રીજાં સત્રનું ઉદ્‌ઘાટન કર્યું

March 10th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)નાં ત્રીજા સત્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્લેટફોર્મનાં ત્રીજા સત્રની મુખ્ય થીમ બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ છે.

દિલ્હીમાં કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની રેલી ખાતે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

January 28th, 09:51 pm

આઝાદીના 75 વર્ષના આ પડાવમાં એનસીસી પણ પોતાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ વર્ષોમાં જે લોકએ એનસીસીનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેઓ તેનો હિસ્સો રહ્યા છે, હું રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરું છું. આજે આ સમયે મારી સમક્ષ જે કેડેટ્સ છે, જેઓ હાલમાં એનસીસીમાં છે, તેઓ તો વધારે વિશેષ છે, ખાસ છે. આજે જે રીતે કાર્યક્રમની રચના થઈ છે, માત્ર સમય જ બદલાયો નથી પરંતુ સ્વરૂપ પણ બદલાયું છે. અગાઉની સરખામણીએ પ્રેક્ષકો પણ ઘણી મોટી સંખ્યામાં છે. અને કાર્યક્રમની રચના પણ વિવિધતાથી ભરેલી છે પરંતુ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મૂળ મંત્રને ગુંજતા ગુંજતા હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં લઈ જનારો આ સમારંભ હંમેશાં હંમેશાં યાદ રખાશે. અને તેથી જ હું એનસીસીની સમગ્ર ટીમને, તેના તમામ અધિકારીને તથા વ્યવસ્થાપક તમામને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આપ એનસીસી કેડેટ્સના રૂપમાં પણ અને દેશની યુવાન પેઢીના રૂપમાં પણ એખ અમૃત પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. આ અમૃત પેઢી આવનારા 25 વર્ષમાં દેશને એક નવી ઉંચાઈ પર લઈ જશે, ભારતને આત્મનિર્ભર બનાવશે અને વિકસિત બનાવશે.

પ્રધાનમંત્રીએ કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું

January 28th, 05:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક પીએમ રેલીને સંબોધન કર્યું હતું. આ વર્ષે, એનસીસી તેની સ્થાપનાનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ એનસીસીનાં 75 સફળ વર્ષોની યાદમાં વિશેષ ડે કવર અને રૂ. 75/- નાં મૂલ્યનો ખાસ બનાવેલો સિક્કો બહાર પાડ્યો હતો. એકતા જ્યોત – કન્યાકુમારીથી દિલ્હીને પ્રધાનમંત્રીને સોંપવામાં આવી હતી અને કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે પ્રગટાવવામાં આવી હતી. આ રેલી હાઈબ્રીડ ડે-નાઈટ ઈવેન્ટ તરીકે યોજાઈ હતી અને તેમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થશે. વસુધૈવ કુટુમ્બકમ્‌ની સાચી ભારતીય ભાવનામાં, 19 વિદેશી દેશોના 196 અધિકારીઓ અને કેડેટ્સને આ ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું.

પ્રધાનમંત્રી શ્રી 28 જાન્યુઆરીએ કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે

January 26th, 08:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી જાન્યુઆરી, 2023ના રોજ સાંજે લગભગ 5:45 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં તેમનાં નિવાસસ્થાને એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું એનો મૂળપાઠ

January 25th, 06:40 pm

છેલ્લાં થોડાં અઠવાડિયાંઓથી મને યુવાન મિત્રોને વારંવાર મળવાની તક મળી છે. એક મહિના પહેલાં આપણે 'વીર બાલ દિવસ' ઉજવ્યો, આપણને વીર સાહેબજાદાઓનાં શૌર્ય અને બલિદાનને નમન કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ કર્ણાટકમાં 'નેશનલ યૂથ ફેસ્ટિવલ'માં સામેલ થયો. તેના બે દિવસ બાદ જ દેશના યુવા અગ્નિવીરો સાથે વાતચીત થઈ. પછી યુપીમાં ખેલ મહાકુંભના એક કાર્યક્રમમાં યુવા ખેલાડીઓ સાથે સંવાદ થયો. આ પછી, મને આજે, સંસદમાં અને પછી પ્રધાનમંત્રી નિવાસસ્થાને નો યોર લીડર પ્રોગ્રામમાં ભાગ લેનારા દેશભરના વિદ્યાર્થીઓને મળવાનો અવસર મળ્યો. ગઈકાલે જ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતનારા દેશના આશાસ્પદ બાળકો સાથે મુલાકાત થઈ. આજે આ ખાસ કાર્યક્રમમાં આપને મળી રહ્યો છું. થોડા જ દિવસોમાં હું 'પરીક્ષા પર ચર્ચા'નાં માધ્યમથી દેશભરના લાખો નવયુવાનો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો છું. દર વર્ષની જેમ આ વખતે પણ મને એનસીસીના કાર્યક્રમનો હિસ્સો બનવાની તક મળવાની છે.

પ્રધાનમંત્રીએ NCC કેડેટ્સ અને NSSના સ્વયંસેવકોને સંબોધિત કર્યા

January 25th, 04:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. ઉપસ્થિતોને સંબોધન કરી વખતે પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, નેતાજી સુભાષચંદ્ર બોઝના પોશાક પહેરેલા અસંખ્ય બાળકો પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આવ્યા હોય તેવું આ પહેલી વખત બન્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જય હિંદનો મંત્ર સૌને પ્રેરણા આપે છે.

Double engine government is committed to the development of Arunachal Pradesh: PM Modi in Itanagar

November 19th, 09:40 am

PM Modi inaugurated Donyi Polo Airport, Itanagar and dedicated 600 MW Kameng Hydro Power Station to the nation. “Our government worked by considering the villages in the border areas as the first village of the country. This has resulted in making the development of the Northeast a priority for the government,” the PM remarked addressing a gathering at the inaugural event.

PM inaugurates first greenfield airport ‘Donyi Polo Airport, Itanagar’ in Arunachal Pradesh

November 19th, 09:30 am

PM Modi inaugurated Donyi Polo Airport, Itanagar and dedicated 600 MW Kameng Hydro Power Station to the nation. “Our government worked by considering the villages in the border areas as the first village of the country. This has resulted in making the development of the Northeast a priority for the government,” the PM remarked addressing a gathering at the inaugural event.

For me, every village at the border is the first village of the country: PM Modi in Mana, Uttarakhand

October 21st, 01:10 pm

PM Modi laid the foundation stone of road and ropeway projects worth more than Rs 3400 crore in Mana, Uttarakhand. Noting that Mana village is known as the last village at India’s borders, the Prime Minister said, For me, every village at the border is the first village of the country and the people residing near the border make for the country's strong guard.

PM lays foundation stone of road and ropeway projects worth more than Rs 3400 crore in Mana, Uttarakhand

October 21st, 01:09 pm

PM Modi laid the foundation stone of road and ropeway projects worth more than Rs 3400 crore in Mana, Uttarakhand. Noting that Mana village is known as the last village at India’s borders, the Prime Minister said, For me, every village at the border is the first village of the country and the people residing near the border make for the country's strong guard.

ગુજરાતમાં રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 12:14 pm

ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિમલ પટેલ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થી ગણ, વાલીઓ, અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું

March 12th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને અમદાવાદ ખાતે તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતા.

પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 06th, 05:17 pm

મહારાષ્ટ્રના ગવર્નર શ્રી ભગતસિંહ કોશિયારીજી, શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રીમાન સુભાષ દેસાઈજી, આ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ પ્રોફેસર એસ બી મજમુદારજી, પ્રિન્સિપલ ડિરેક્ટર ડો. વિદ્યા યેરાવદેકરજી, ફેકલ્ટીના તમામ સભ્યો, વિશેષ અતિથિઓ અને મારા યુવા સાથીદારો.

પ્રધાનમંત્રીએ સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું

March 06th, 01:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સિમ્બાયોસિસ આરોગ્ય ધામનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.