ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર

September 06th, 10:26 pm

રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.

મ્યાનમારના પ્રમુખને વડાપ્રધાને આપેલી ભેટ

September 05th, 09:30 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના પ્રમુખ મહામહિમ શ્રી યુ હટીન ક્યાવને સાલવિન નદીના વહેણનોનો 1841નો પુનઃનિર્માણ કરેલો નકશો ભેટ આપ્યો હતો. વડાપ્રધાને મ્યાનમારના પ્રમુખને બોધિવૃક્ષની મૂર્તિ પણ ભેટમાં આપી હતી.

નાય પ્યી તાઉમાં મ્યાનમારના પ્રમુખ હટીન ક્યાવ ને મળતા વડાપ્રધાન મોદી

September 05th, 05:37 pm

વડાપ્રધાન મોદી નાય પ્યી તાઉમાં મ્યાનમારના પ્રમુખ હટીન ક્યાવ ને મળ્યા હતા. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

મ્યાનમાર આવી પહોંચતા વડાપ્રધાન મોદી

September 05th, 04:09 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમાર આવી પહોચ્યા છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન પ્રમુખ યુ હટીન ક્યાઉં અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સીલર મહામાહીમ આન સાંગ સ્યૂ કીની મુલાકાત લેશે.ભારત-મ્યાનમારના દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી પ્રગતિની વડાપ્રધાન સમીક્ષા કરશે.