રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:00 am
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું
December 09th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.સામૂહિક પ્રયત્નો બદલ આભાર, ભારતની વાઘની વસ્તી સમય જતાં વધી રહી છે: પ્રધાનમંત્રી
December 03rd, 07:10 pm
ટાઇગર્સના સંરક્ષણના સામૂહિક પ્રયત્નોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે સમય જતાં ભારતની વાઘની વસ્તી વધી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં 57મી ટાઇગર રિઝર્વનો ઉમેરો પ્રકૃતિની સંભાળ રાખવાની અમારી સદીઓ જૂની નૈતિકતા સાથે સુસંગત છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 21st, 12:00 pm
આજે, આ વિશેષ અવસર પર, ખોડલધામની પવિત્ર ભૂમિ અને ખોડલ માતાના ભક્તો સાથે જોડાવું એ મારા માટે એક મહાન સૌભાગ્યની વાત છે. આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટે લોકકલ્યાણ અને સેવા ક્ષેત્રે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. અમરેલીમાં આજથી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું કામ શરૂ થઈ રહ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપનાના 14 વર્ષ પણ પૂર્ણ થશે. આ પ્રસંગો માટે આપ સૌને શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું
January 21st, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોજાયેલા વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 08th, 12:00 pm
દેવભૂમિ ઉત્તરાખંડમાં આવીને મારું મન ધન્ય થઇ જાય છે. થોડાં વર્ષો પહેલાં હું બાબા કેદારના દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે અચાનક મારા મોંમાંથી શબ્દો નીકળી ગયા હતા કે, 21મી સદીનો આ ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો છે. અને મને એ વાતની ખુશી છે કે, હું મારા નિવેદનને સતત ચરિતાર્થ થતું જોઇ રહ્યો છું. આપ સૌને આ ગૌરવમાં જોડાવા માટે, ઉત્તરાખંડની વિકાસયાત્રા સાથે જોડવા માટે એક ખૂબ જ મોટો અવસર મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ, ઉત્તરકાશીમાં સુરંગમાંથી આપણા શ્રમિક ભાઇઓને સુરક્ષિત રીતે બચાવવા માટે હાથ ધરવામાં આવેલા સફળ અભિયાન માટે હું ખાસ કરીને રાજ્ય સરકાર સહિત દરેકને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ 'ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકારો શિખર સંમેલન 2023'નું ઉદ્ઘાટન કર્યું
December 08th, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થામાં આયોજિત 'ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકારો શિખર સંમેલન 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ પ્રદર્શનનું પગપાળા અવલોકન પણ કર્યું હતું અને ગ્રાઉન્ડ બ્રેકિંગ વૉલનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પુસ્તક સશક્ત ઉત્તરાખંડ અને બ્રાન્ડ હાઉસ ઑફ હિમાલયનું વિમોચન પણ કર્યું હતું. આ શિખર સંમેલનની થીમ 'શાંતિથી સમૃદ્ધિ' છે.માદક દ્રવ્યોના દુરૂપયોગ સામેના અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ પ્રોત્સાહક છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 30th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.‘મન કી બાત’ (100મી કડી)પ્રસારણ તારીખ: 30-04-2023
April 30th, 11:31 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી
April 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.ગુવાહાટીમાં બિહુ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 06:00 pm
આજનું આ દ્રશ્ય, ટીવી પર નિહાળનારા હોય, અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત હોય જીવનમાં કયારેય ભૂલી શકશે નહી. આ અવિસ્મરણીય છે, અદ્દભૂત છે, અભૂતપૂર્વ છે, આ આસામ છે. આસમાનમાં ગૂંજતી ઢોલ, પેપા અરુ ગૉગોના તેની અવાજ આજે સમગ્ર હિન્દુસ્તાન સાંભળી રહ્યું છે. આસામના હજારો કલાકારોની આ મહેનત, આ પરિશ્રમ, આ તાલમેલ, આજે દેશ અને દુનિયા ભારે ગર્વની સાથે જોઇ રહી છે. એક તો પ્રસંગ એટલો મોટો છે, બીજું તમારો જુસ્સો અને તમારા લાગણી લાજવાબ છે. મને યાદ છે, જયારે હું વિધાનસભા ચૂંટણી વખતે અહીં આવ્યો હતો, તો કહ્યું હતુ કે, તે દિવસ દૂર નથી જયારે લોકો A થી આસામ બોલશે. આજે ખરેખર આસામ, A-ONE (એ-વન) પ્રદેશ બની રહ્યો છે. હુંઆસામના લોકોને, દેશના લોકોને બિહુની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં રૂ. 10,900 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું
April 14th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં 10,900 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુઆલકુચીને જોડતા પુલનો શિલાન્યાસ, શિવસાગરમાં રંગ ઘરનાં બ્યુટિફિકેશન માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ, નામરૂપમાં 500 ટીપીડી મેન્થોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને પાંચ રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 10,000થી વધારે બિહુ નૃત્યકારો દ્વારા આયોજિત રંગારંગ બિહુ કાર્યક્રમના પણ સાક્ષી બન્યા હતા.નાગા સંસ્કૃતિ જીવંતતા, બહાદુરી અને પ્રકૃતિ પ્રત્યે આદરનો પર્યાય છેઃ પ્રધાનમંત્રી
April 06th, 11:24 am
નાગાલેન્ડ સરકારમાં PHED અને સહકાર મંત્રી શ્રી જેકબ ઝિમોમીના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જી-20 કાર્યક્રમમાંના એક કાર્યક્રમ દરમિયાન અદભૂત નાગા સંસ્કૃતિના પ્રદર્શન પર એક સારો મણકો. નાગા સંસ્કૃતિ પ્રકૃતિ પ્રત્યે આદર ધરાવતી જીવંતતા, બહાદુરી અને વીરતાની સમાનાર્થી છે.શિમોગા, કર્ણાટકમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 12:45 pm
એક ભારત શ્રેષ્ઠ ભારત માટે આટલું સમર્પણ ધરાવતા રાષ્ટ્રકવિ કુવેમ્પુની ભૂમિને હું આદરપૂર્વક નમન કરું છું. આજે મને ફરી એકવાર કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો છે.પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
February 27th, 12:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને ત્યાં લટાર મારીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ શિવમોગામાં બે રેલવે પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો, જેમાં શિવમોગા – શિકારીપુરા– રાણેબેન્નુર નવી રેલવે લાઇન અને કોટેગંગુરુ રેલવે કોચિંગ ડેપો સામેલ છે. તેમણે રૂ. 215 કરોડથી વધુના સંચિત ખર્ચે વિકસિત થનારા બહુવિધ માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે જલ જીવન મિશન અંતર્ગત 950 કરોડ રૂપિયાથી વધુની બહુ-ગ્રામ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે શિવમોગા શહેરમાં રૂ. 895 કરોડથી વધારેનાં મૂલ્યનાં 44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે "આદિ મહોત્સવ"ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 16th, 10:31 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુન મુંડાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રીમતી રેણુકા સિંહજી, ડૉ. ભારતી પવારજી, બિશેશ્વર ટુડૂજી, અન્ય મહાનુભાવો અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલાં મારાં તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો! આદિ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
February 16th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી આ વાર્ષિક પહેલ છે.પીએમએ અમદાવાદના ફ્લાવર શોની પ્રશંસા કરી
January 04th, 11:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષ્યા છે.આકાશ ની મર્યાદા નથી: મન કી બાત દરમિયાન પીએમ મોદી
November 27th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એક વખત તમારા બધાનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમની 95મી કડી છે. આપણે બહુ ઝડપથી મન કી બાતના શતક તરફ આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું એક માધ્યમ છે. દરેક એપિસોડની પહેલા ગામડાં-શહેરોમાંથી આવેલા અઢળક પત્રોને વાંચવા, બાળકોથી લઈ વૃદ્ધોના ઓડિયો મેસેજને સાંભળવા, તે મારા માટે એક આધ્યાત્મિક અનુભવ જેવું હોય છે.