પ્રધાનમંત્રીએ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના વિજેતાઓ અને અંતિમ પેનલિસ્ટની પ્રશંસા કરી

January 12th, 10:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના વિજેતાઓ અને અંતિમ પેનલિસ્ટની પ્રશંસા કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “આજે તમારો સંવાદ અને ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમને બોલતા સાંભળતો હતો, ત્યારે મને એક વિચાર આવ્યો અને મેં નક્કી કર્યું કે હું તમારી પ્રસ્તુતિઓને મારા ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીશ, ફક્ત તમે ત્રણ વિજેતાઓ નહીં પરંતુ, જો ગઈકાલે નોંધાયેલ અંતિમ પેનલની સામગ્રીનું ધ્વનિમુદ્રણ ઉપલબ્ધ છે, તો હું તે બધાના ભાષણોને ટ્વીટ કરીશ.

પ્રધાનમંત્રીએ યુવાનોને રાજકારણમાં નિઃસ્વાર્થપણે અને રચનાત્મક રીતે યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું

January 12th, 03:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને રાજકારણમાં નિઃસ્વાર્થપણે અને રચનાત્મક રીતે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આજે દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાજકારણ એ અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટેનું એક મોટું માધ્યમ છે અને બાકી ક્ષેત્રોની જેમ જ તેમાં પણ યુવાનોની ઉપસ્થિતિ એ રાજકારણમાં પણ અત્યંત જરૂરી છે. પ્રધાનમંત્રીએ યુવાનોને ખાતરી આપી હતી કે અનૈતિક લોકોની પ્રવૃત્તિ તરીકે રાજકારણની જૂની છબી હવે બદલાઈ રહી છે અને આજે ઈમાનદાર લોકો સેવા કરવાની તક મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં ઈમાનદારી અને પ્રદર્શન એ સમયની તાતી જરૂરિયાત બની ગયા છે.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદના નેતૃત્વ અંગેના મંત્રો યુવાનોને સમજાવ્યાં

January 12th, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદના નેતૃત્વના સદુપદેશોને અનુસરવા અપીલ કરી છે તથા વ્યક્તિત્વ અને સંસ્થા વિકસાવવામાં સ્વામીજીના પ્રદાનની પ્રશંસા કરી હતી. આજે દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદના સમાપન સમારંભમાં બોલતા પ્રધાનમંત્રીએ સ્વામીજીના વ્યક્તિત્વ વિકાસથી સંસ્થાવિકાસ અને સંસ્થાના વિકાસમાંથી વ્યક્તિત્વ ઘડતરના ચક્રની શરૂઆત કરવાના પ્રદાન વિશે વાત કરી હતી.

2જા રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 10:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું

January 12th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 12 જાન્યુઆરીના રોજ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારંભમાં સંબોધન કરશે

January 10th, 12:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 10.30 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારંભને સંબોધન કરશે. આ મહોત્સવના ત્રણ વિજેતાઓ પણ કાર્યક્રમ દરમિયાન તેમના અભિપ્રાયો રજૂ કરશે. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય યુવા અને રમતગમતના મંત્રી (સ્વતંત્ર હવાલો) પણ ઉપસ્થિત રહેશે.

Words one speak may or may not be impressive but it should definitely be inspiring: PM Modi

February 27th, 10:01 am

PM Modi today conferred the Youth Parliament Festival Awards. Addressing a gathering, the PM highlighted how during the 16th Lok Sabha. He said, “Average productivity was 85%, nearly 205 bills were passed. The 16th Lok Sabha worked 20% more, in comparison to 15th Lok Sabha.” He urged the gathering that the words that we speak should reach its accurate point. “It may not be impressive, but it should be inspiring,” he said.

PM confers National Youth Parliament Festival 2019 Awards

February 27th, 10:00 am