પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 12th, 08:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદ વિશેના તેમના વિચારોનો એક વીડિયો પણ શેર કર્યો છે.પ્રધાનમંત્રી 5 ફેબ્રુઆરીએ જયપુર મહાખેલના સહભાગીઓને સંબોધન કરશે
February 04th, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરી, 2023ના રોજ બપોરે 1 વાગ્યે જયપુર મહાખેલના સહભાગીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.ઉત્તર પ્રદેશના બસ્તીમાં બીજા સાંસદ ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
January 18th, 04:39 pm
યુપીના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, સંસદમાં મારા સાથી આપણા યુવા મિત્ર ભાઈ હરીશ દ્વિવેદીજી, વિવિધ રમતોના ખેલાડીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય તમામ લોકપ્રતિનિધિઓ, અન્ય સૌ વરિષ્ઠ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં હું જોઈ રહ્યો છું કે, ચારે બાજુ નવયુવાનો જ નવયુવાનો છે. મારાં વહાલાં ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બસ્તી જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
January 18th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 2021થી બસ્તીના સંસદસભ્ય શ્રી હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ કુસ્તી, કબડ્ડી, ખો ખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, વોલીબોલ જેવી ઇન્ડોર અને આઉટડોર બંને રમતોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. હેન્ડબોલ, ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ વગેરે ઉપરાંત ખેલ મહાકુંભ દરમિયાન નિબંધ લેખન, ચિત્રકામ, રંગોળી બનાવવા વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવક મહોત્સવ પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 03:02 pm
પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર તમિલ સાઈજી, મુખ્યમંત્રી શ્રી એન રંગાસામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નારાયણ રાણેજી, શ્રી અનુરાગ ઠાકુરજી, શ્રી નિશિથ પ્રમાણિકજી, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્માજી, પુડુચેરી સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, દેશના અન્ય રાજ્યોના મંત્રીઓ અને મારા યુવા સાથીઓ, વણક્કમ! આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું!પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
January 12th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી “મરે સપનોં કા ભારત” અને “ભારતની આઝાદીની ચળવળના અજ્ઞાત નાયકો” વિષય પર લખાયેલા પસંદગીના નિબંધોનું વિમોચન કર્યું હતું. આ બંને થીમ પર લગભગ 1 લાખ કરતાં વધારે યુવાનોએ તેમના નિબંધો સબમિટ કર્યા હતા જેમાંથી કેટલાક નિબંધો પસંદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ અંદાજે રૂપિયા 122 કરોડના રોકાણ સાથે પુડુચેરીમાં સ્થાપવામાં આવેલા MSME મંત્રાલયના ટેકનોલોજી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં નવનિર્મિત ઓપન એર થિયેટર પેરુન્થલાઇવર કામરાજર મણીમંડપમનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું નિર્માણ રૂપિયા 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર, શ્રી નારાયણ રાણે, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્મા અને શ્રી નિશિથ પ્રામાણિક, પુડુચેરીના ગવર્નર ડૉ. તમિલિસાઇ સૌંદરાજન, પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી, રાજ્ય મંત્રીઓ અને સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 12મી જાન્યુઆરીએ 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે
January 10th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ દિવસ, સ્વામી વિવેકાનંદની જન્મજયંતી હોવાથી, રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે.Prime Minister chairs the first meeting of High Level Committee to commemorate 150th Birth Anniversary of Sri Aurobindo
December 24th, 06:52 pm
PM Narendra Modi chaired the first meeting of the High Level Committee which has been constituted to commemorate 150th Birth Anniversary of Sri Aurobindo. The PM said that the two aspects of Sri Aurobindo’s philosophy of ‘Revolution’ and ‘Evolution’, are of key importance and should be emphasized as part of the commemoration.પ્રધાનમંત્રીએ યુવાનોને રાજકારણમાં નિઃસ્વાર્થપણે અને રચનાત્મક રીતે યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું
January 12th, 03:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને રાજકારણમાં નિઃસ્વાર્થપણે અને રચનાત્મક રીતે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આજે દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાજકારણ એ અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટેનું એક મોટું માધ્યમ છે અને બાકી ક્ષેત્રોની જેમ જ તેમાં પણ યુવાનોની ઉપસ્થિતિ એ રાજકારણમાં પણ અત્યંત જરૂરી છે. પ્રધાનમંત્રીએ યુવાનોને ખાતરી આપી હતી કે અનૈતિક લોકોની પ્રવૃત્તિ તરીકે રાજકારણની જૂની છબી હવે બદલાઈ રહી છે અને આજે ઈમાનદાર લોકો સેવા કરવાની તક મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં ઈમાનદારી અને પ્રદર્શન એ સમયની તાતી જરૂરિયાત બની ગયા છે.પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદના નેતૃત્વ અંગેના મંત્રો યુવાનોને સમજાવ્યાં
January 12th, 03:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદના નેતૃત્વના સદુપદેશોને અનુસરવા અપીલ કરી છે તથા વ્યક્તિત્વ અને સંસ્થા વિકસાવવામાં સ્વામીજીના પ્રદાનની પ્રશંસા કરી હતી. આજે દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદના સમાપન સમારંભમાં બોલતા પ્રધાનમંત્રીએ સ્વામીજીના વ્યક્તિત્વ વિકાસથી સંસ્થાવિકાસ અને સંસ્થાના વિકાસમાંથી વ્યક્તિત્વ ઘડતરના ચક્રની શરૂઆત કરવાના પ્રદાન વિશે વાત કરી હતી.2જા રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 12th, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું
January 12th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 12 જાન્યુઆરીના રોજ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારંભમાં સંબોધન કરશે
January 10th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 10.30 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારંભને સંબોધન કરશે. આ મહોત્સવના ત્રણ વિજેતાઓ પણ કાર્યક્રમ દરમિયાન તેમના અભિપ્રાયો રજૂ કરશે. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય યુવા અને રમતગમતના મંત્રી (સ્વતંત્ર હવાલો) પણ ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રીય યુવા દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 13th, 11:13 am
આજનો આ દિવસ પ્રત્યેક ભારતીય યુવાન માટે એક બહુ મોટી પ્રેરણાનો દિવસ છે, નવા સંકલ્પ લેવાનો દિવસ છે, આજના દિવસે સ્વામી વિવેકાનંદના રૂપમાં ભારતને એક એવી ઉર્જા મળી હતી જે આજે પણ આપણા દેશને ઉર્જાવાન રાખી રહી છે. એક એવી ઉર્જા જે સતત આપણને પ્રેરણા આપી રહી છે, આપણને આગળનો માર્ગ ચીંધી રહી છે.સોશિયલ મીડિયા કોર્નર 12 જાન્યુઆરી 2018
January 12th, 07:32 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે બે કાર્યક્રમોને સંબોધન કર્યું
January 12th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું.કર્ણાટકનાં બેલગાવીમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” અને “સર્વધર્મસભા”ની ઉજવણીનાં પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ, 12.01.2018
January 12th, 05:31 pm
આજે બેલગાવીની ભવ્ય તસવીર જોઈને લાગે છે કે બધા વિવેકાનંદમય થઈ ગયા છે. આજે અહીં સર્વધર્મસભાનું પણ આયોજન થયું છે. આ માટે તમને બધાને શુભકામનાઓ.22માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ- 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ (વીડિયો કોન્ફરન્સ દ્વારા)
January 12th, 12:45 pm
સૌથી પહેલા હું તમામ દેશવાસીઓને આપણા વૈજ્ઞાનિકોની એક વધુ મોટી ઉપલબ્ધી પર શુભેચ્છાઓ આપવા માંગું છું. હમણાં થોડા સમય પહેલા જ ઈસરોએ પીએસએલવી – સી40નું સફળ પ્રક્ષેપણ કર્યું છે.પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર વંદન કર્યા
January 12th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર વંદન કર્યા હતા.