જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી 15 નવેમ્બરનાં રોજ બિહારની મુલાકાત લેશે

November 13th, 06:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા 15 નવેમ્બરનાં રોજ બિહારનાં જમુઇની મુલાકાત લેશે. આનાથી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશથી રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

ત્રિપુરાના અગરતલા ખાતે વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 18th, 04:40 pm

સૌપ્રથમ તો હું આપ સૌને મસ્તક નમાવીને માફી માગું છું કેમ કે મને લગભગ આવવામાં બે કલાકનો વિલંબ થયો છે. હું મેઘાલયમાં હતો, ત્યાં સમય થોડો વધારે લાગ્યો અને મને જાણ કરવામાં આવી કે કેટલાક લોકો તો 11 થી 12 વાગ્યાના આવીને બેસી ગયા છે. આપ સૌએ આ જે કષ્ટ ઉઠાવ્યું છે અને આટલા બધા આશીર્વાદ આપવા માટે રોકાયા છો તેના માટે હું આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું સૌ પ્રથમ તો ત્રિપુરાના લોકોનું અભિવાદન કરું છું કે આપ સૌના પ્રયાસથી અહીં સ્વચ્છતા સાથે સંકળાયેલું એક મોટું અભિયાન આપે ચલાવ્યું છે. વીતેલા પાંચ વર્ષમાં આપે સ્વચ્છતાને જન આંદોલન બનાવી દીધું છે. તેનું જ પરિણામ છે કે આ વખતે ત્રિપુરા નાના રાજ્યોમાં દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનીને સામે આંવ્યું છે,

પ્રધાનમંત્રીએ ત્રિપુરાનાં અગરતલામાં રૂ. 4350 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ મુખ્ય પહેલનો શિલાન્યાસ, ઉદ્‌ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરી

December 18th, 04:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 4350 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મુખ્ય પહેલનો શિલાન્યાસ, ઉદ્‌ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી અને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ, અગરતલા બાયપાસ (ખૈરપુર-અમતાલી) એનએચ-08ને પહોળો કરવા માટે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ, પીએમજીએસવાય III હેઠળ 230 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા 32 માર્ગો માટે શિલાન્યાસ અને 540 કિલોમીટરથી વધુ અંતરને આવરી લેતા 112 માર્ગોના સુધારણા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આનંદનગર ખાતે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૉટલ મેનેજમેન્ટ અને અગરતલા સરકારી ડેન્ટલ કૉલેજનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

સોશિયલ મીડિયા કોર્નર 17 સપ્ટેમ્બર 2017

September 17th, 07:33 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ: વડાપ્રધાન મોદી

September 17th, 12:26 pm

વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના ડભોઇ ખાતે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની આધારશીલા રાખી હતી.એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવેલા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે સંસ્થાનવાદને મજબૂત ટક્કર આપી હતી.

સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન, નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમની આધારશીલા રાખી

September 17th, 12:25 pm

વડાપ્રધાન મોદીએ આજે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની ડભોઇ ખાતે આધારશીલા રાખી હતી. એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવતા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે અત્યંત મજબૂત સંસ્થાનવાદને મજબૂત લડાઈ આપી હતી.