પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમતગમત દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 29th, 10:25 am
રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
August 29th, 08:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોમાં ટેબલ ટેનિસમાં રજત ચંદ્રક જીતવા પર ભાવિના પટેલને અભિનંદન આપ્યા
August 29th, 09:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક રમતોત્સવ, ટોક્યોમાં ટેબલ ટેનિસમાં રજત ચંદ્રક જીતવા પર ભાવિના પટેલને અભિનંદન આપ્યા છે.પ્રધાનમંત્રીએ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ નિમિત્તે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી; મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 29th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ નિમિત્તે રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભારતીય હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.ફિટ ઇન્ડિયા અભિયાનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 29th, 10:01 am
કેટલાક લોકોને લાગતું હશે કે અમે તો શાળાએ જતા નથી, કોલેજમાં જતા નથી, પરંતુ મોદીજીએ માત્ર વિદ્યાર્થીઓને કેમ કહ્યું. તમે લોકો અહિં આવ્યા છો, ઉંમર કોઇપણ હોય, પરંતુ મને વિશ્વાસ છે તમારી અંદરનો વિદ્યાર્થી જીવિત છે.પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અભિયાનનો શુભારંભ કર્યો
August 29th, 10:00 am
આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રમત દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશના લોકોને ફિટનેસને તેમની જીવનશૈલી બનાવવા અપીલ કરી હતી.ચાલો આપણે સાથે મળીને એકલ-ઉપયોગી પ્લાસ્ટિક નાબૂદ કરીએ : મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી
August 25th, 11:30 am
મન કી બાત કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ, મેન વર્સીસ વાઇલ્ડનો વિશેષ એપિસોડ, વન્યપ્રાણી સંરક્ષણ, એકલ-ઉપયોગી પ્લાસ્ટિક અને બીજા ઘણાં વિષયો પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરમાં ચાલી રહેલા જન્માષ્ટમી ઉત્સવ પર પણ વાત કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમત દિવસ પર રમતપ્રેમીઓને શુભેચ્છા પાઠવી
August 29th, 09:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર જુદી જુદી રમતનો શોખ ધરાવતાં ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી હતી.રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે તમામ ખેલાડીઓ તેમજ ખેલ ઉત્સાહીઓને અભિનંદન આપતા વડાપ્રધાન; સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
August 29th, 11:06 am
“રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે હું તમામ ખેલાડીઓ તેમજ ખેલ ઉત્સાહીઓને અભિનંદન આપું છું જેઓ અત્યંત ઉત્સાહ અને જુસ્સા સાથે ખેલ સાથે જોડાયેલા છે. હું દ્રષ્ટાંતરૂપ ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું જેમના સુપ્રસિદ્ધ ખેલ કૌશલ્યએ ભારતીય હોકી માટે અજાયબીઓ ઉપલબ્ધ કરી હતી.. ખેલ એ શારીરિક ક્ષમતા, માનસિક સતર્કતા અને વ્યક્તિત્વ વિકાસ સાથે જોડાયેલો છે.” – વડાપ્રધાન નરેન્દ્ર મોદી