સ્પેસ સેક્ટરમાં સુધારાથી દેશના યુવાનોને ફાયદો થયો છે: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું
August 25th, 11:30 am
સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફૉર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે, શા માટે 'મન કી બાત'માં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે Spacetech Start-Up GalaxEyeની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટ અપને IIT Madrasના alumnniએ શરૂ કર્યું હતું. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફૉન લાઇન પર ઉપસ્થિત છે - સૂયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રનિત. આવો, આ યુવાઓના અનુભવોને જાણીએ.ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેઃ પ્રધાનમંત્રી
August 23rd, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષની દુનિયામાં ભારત દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
August 23rd, 09:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. એક્સ પર શેર કરેલા સંદેશમાં પ્રધાનમંત્રીએ અવકાશ ક્ષેત્રમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ પર ખૂબ ગર્વ વ્યક્ત કર્યો.વોર્સો, પોલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 21st, 11:45 pm
આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે અને તમારો ઉત્સાહ પણ અદ્ભુત છે. જ્યારથી મેં અહીં પગ મૂક્યો છે ત્યારથી તમે થાકતા નથી. તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવો છો, દરેકની અલગ અલગ ભાષાઓ, બોલીઓ, ખાવાની આદતો છે. પરંતુ દરેક વ્યક્તિ ભારતીયતાની લાગણી સાથે જોડાયેલ છે. તમે અહીં મારું આટલું સુંદર સ્વાગત કર્યું છે, આ સ્વાગત માટે હું તમારા બધાનો, પોલેન્ડના લોકોનો ખૂબ આભારી છું.પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યાં
August 21st, 11:30 pm
સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ખાસ ઉષ્મા અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત 45 વર્ષ પછી થઈ રહી છે અને તેઓ ભારત-પોલેન્ડ સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા અને પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે ભારત અને પોલેન્ડ સાથેના તેના સહિયારા મૂલ્યો બંને દેશોને નજીક લાવે છે.કેરળમાં પ્રધાનમંત્રીએ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 27th, 12:24 pm
કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઇ વિજયનજી, રાજ્ય મંત્રી, મારા સાથી શ્રી વી. મુરલીધરનજી, ઇસરો પરિવારના તમામ સભ્યો, નમસ્કાર!પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી
February 27th, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી હતી અને આશરે રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેની એસ.એલ.વી. ઇન્ટિગ્રેશન ફેસિલિટી (પીઆઈએફ) સામેલ છે. મહેન્દ્રગિરી ખાતે ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે નવી 'સેમી-ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન એન્ડ સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી'; અને વી.એસ.એસ.સી., તિરુવનંતપુરમ ખાતે 'ટ્રાયસોનિક વિન્ડ ટનલ'. શ્રી મોદીએ ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી અને ચાર અવકાશયાત્રીઓને 'અવકાશયાત્રી પાંખો' એનાયત કરી હતી. અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.G20 યુનિવર્સિટી કનેક્ટની ફાઇનલમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
September 26th, 04:12 pm
દેશની વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, પ્રાધ્યાપકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મારા યુવા મિત્રો! આજે, ભારત મંડપમમાં ઉપસ્થિત હોય તેના કરતાં વધુ લોકો આપણી સાથે ઑનલાઇન માધ્યમથી જોડાયેલા છે. હું આ કાર્યક્રમ, G-20 યુનિવર્સિટી કનેક્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેને સંબોધન કર્યું
September 26th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્માં જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતનાં જી20 પ્રમુખપદની સમજણનું નિર્માણ કરવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જી-20 ભારત પ્રેસિડેન્સીની ભવ્ય સફળતાઃ દૂરદર્શી નેતૃત્વ, સર્વસમાવેશક અભિગમ; ભારતનું જી-20 પ્રમુખપદ: વસુધૈવ કુટુમ્બકમ્; જી-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામનો સંગ્રહ; અને જી-20 ખાતે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન એમ 4 પ્રકાશનો પણ બહાર પાડ્યાં હતાં.ચંદ્રાયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાની ઉજવણી કરતા મંત્રીમંડળનો ઠરાવ
August 29th, 04:00 pm
મંત્રીમંડળે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ને તેના પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા છે. આપણા વૈજ્ઞાનિકોનો આભાર, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ છે. આગાહી કરેલી ચોકસાઈ સાથે ચંદ્ર પર ઉતરાણ કરવું એ પોતે જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કઠિન પરિસ્થિતિઓને પાર કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરાણ કરવું એ આપણા વૈજ્ઞાનિકોની ભાવનાનો પુરાવો છે, જેમણે સદીઓથી માનવ જ્ઞાનની સીમાઓને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. ચંદ્ર પરથી 'પ્રજ્ઞાન' રોવર દ્વારા મોકલવામાં આવતી માહિતીનો ખજાનો જ્ઞાનને આગળ વધારશે અને ચંદ્ર અને તેનાથી આગળના રહસ્યોની ભૂમિગત શોધો અને આંતરદૃષ્ટિ માટેનો માર્ગ મોકળો કરશે.ચંદ્રયાન-3 અભિયાનની સફળતા માટે ટીમ ઇસરોને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 26th, 08:15 am
આપ સૌની સમક્ષ આવીને આજે એક અલગ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. કદાચ આ પ્રકારની ખુશી અત્યંત વિરલ પ્રસંગે જ થતી હોય છે. જ્યારે તન અને મન ખુશીઓથી ભરાઈ ગયું હોય અને વ્યક્તિના જીવનમાં ઘણી વાર એવા પ્રસંગ બનતા હોય છે કે તેની ઉપર આતુરતા છવાઈ જતી હોય છે. આ વખતે મારી સાથે પણ આમ જ બન્યું હતું. એટલી બધી આતુરતા. હું સાઉથ આફ્રિકામાં હતો તેમ છતાં પછી ગ્રીસનો કાર્યક્રમ હતો તો ત્યાં ચાલ્યો ગયો પરંતુ મારું મન સતત આપની સાથે જ લાગેલું રહ્યું હતું. પરંતુ ક્યારેક કયારેક લાગે છે કે હું આપ સૌની સાથે અન્યાય કરી દઉં છું. આતુરતા મારી અને મુશ્કેલી આપની. આટલા વહેલા આપ તમામને અને આટલો સમય પણ મન કહી રહ્યું હતું કે ત્યાં જાઉં અને આપને નમન કરું. આપને તકલીફ પડી હશે પરંતુ હું ભારતમાં આવતાની સાથે જ વહેલી તકે આપના દર્શન કરવા માગતો હતો. આપ સૌને સલામ કરવા માગતો હતો. સલામ આપના પરિશ્રમને, સલામ આપની ધીરજશક્તિને, સલામ આપની ધગશને, સલામ આપની જીવંતતાને, સલામ આપના ઉત્સાહ અને જુસ્સાને. આપ દેશને જે ઉંચાઈ પર લઈ ગયા છો તે કોઈ અસાધારણ સફળતા નથી. આ અનંત અંતરિક્ષમાં ભારતના વૌજ્ઞાનિક સામર્થ્યનો શંખનાદ છે.પ્રધાનમંત્રીએ ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું
August 26th, 07:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી ચંદ્રાયાન-3 અભિયાનમાં સંકળાયેલા ISROના વૈજ્ઞાનિકોને મળ્યાં હતાં અને તેમની સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે ચંદ્રાયાન-3 અભિયાનમાં થઈ રહેલી પ્રગતિ અને પ્રાપ્ત સંશોધનાત્મક તારણો વિશે ટૂંકમાં જાણકારી પણ મેળવી હતી.