પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાતે લેશે
September 15th, 02:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડશે. તે પછી, લગભગ બપોરે 12 વાગ્યે, તે કરહાલ, શ્યોપુર ખાતે મહિલા SHG સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે SHG સંમેલનમાં ભાગ લેશે.‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 12:32 pm
આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી
August 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી 12 ઓગસ્ટના રોજ 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' માં ભાગ લેશે
August 11th, 01:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગે 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' ભાગ લેશે અને દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત પ્રમોટ થયેલ મહિલા સ્વ-સહાય જૂથ (SHG) ના સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરશે. કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી મહિલા SHG સભ્યોની સફળતાની વાર્તાઓનું સંકલન, પ્રધાનમંત્રી દ્વારા કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે.