વધુ સારો સમાજ અને રાષ્ટ્ર બનાવવાની લોકશક્તિમાં ક્ષમતા છે
June 17th, 12:57 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વાંચન વ્યક્તિના વિચારવાની શક્તિનો વિકાસ કરે છે અને વધુ વાંચનારી જનતા ભારતને વૈશ્વિક સ્તરે ચડીયાતું બનાવી શકે છે. તેઓ પી એન પનીકર રીડીંગ ડે – કેરળમાં એક મહિના સુધી ચાલતો વાંચન મહિનો- ની શરૂઆત કરાવી રહ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે વાંચન અને જ્ઞાન એ કાર્ય સંબંધી બાબતો સુધી જ મર્યાદિત ન હોવું જોઈએ પણ તે સામાજિક જવાબદારીઓ અદા કરવાની, રાષ્ટ્રસેવાની અને માનવતાની સેવા કરવાની આદતને પણ મદદકર્તા હોવી જોઈએ.