લોકસભામાં 10 ઓગસ્ટ, 2023નાં રોજ અવિશ્વાસનાં પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીના જવાબનો મૂળપાઠ

August 10th, 04:30 pm

છેલ્લા ત્રણ દિવસથી અનેક વરિષ્ઠ મહાનુભાવ આદરણીય સભ્યોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. લગભગ તમામ સભ્યોના વિચાર મારા સુધી વિગતવાર પહોંચ્યા પણ છે. મેં પોતે પણ કેટલાંક ભાષણો સાંભળ્યાં છે. આદરણીય અધ્યક્ષજી, દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ હું આજે દેશના કોટિ-કોટિ નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. અને અધ્યક્ષજી કહે છે એમ ઈશ્વર બહુ દયાળુ છે અને જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે એ કોઈને કોઈ માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે, કોઈને કોઈને માધ્યમ બનાવે છે. હું આને ઈશ્વરનાં આશીર્વાદ માનું છું કે ઈશ્વરે વિપક્ષને સૂચન કર્યું અને તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષ 2018માં પણ ઈશ્વરનો જ આદેશ હતો અને એ સમયે વિપક્ષમાં મારા સાથીદારોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, મેં એ દિવસે કહ્યું હતું. પરંતુ આ તેમનો જ ફ્લોર ટેસ્ટ છે, એ પણ મેં એ દિવસે કહ્યું હતું. અને જ્યારે મતદાન થયું ત્યારે એવું જ થયું. એ સમયે વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેમને મળ્યાં નહોતાં. એટલું જ નહીં જ્યારે અમે બધા જનતા પાસે ગયા ત્યારે જનતાએ પણ પૂરી તાકાત સાથ તેમના માટે નો કોન્ફિડન્સ જાહેર કરી દીધો. અને ચૂંટણીમાં એનડીએને વધારે બેઠકો પણ મળી અને ભાજપને પણ. એટલે એક રીતે વિપક્ષનો અપ્રસ્તાવનો ઠરાવ અમારા માટે શુભ હોય છે અને હું આજે જોઈ રહ્યો છું કે તમે નક્કી કરી લીધું છે કે એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે જનતાનાં આશીર્વાદ સાથે પરત ફરશે.

પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો

August 10th, 04:00 pm

ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સરકારમાં વિશ્વાસ વારંવાર વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે ટિપ્પણીને યાદ કરતા કહ્યું હતું કે આ સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ 2018માં જ્યારે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તેને ગૃહમાં રજૂ કરનારા લોકો માટે છે. જ્યારે આપણે 2019માં ચૂંટણી માટે ગયા હતા, ત્યારે લોકોએ ખૂબ જ તાકાતથી તેમનામાં અવિશ્વાસની ઘોષણા કરી હતી, એમ પ્રધાનમંત્રીએ કહીને એનડીએ અને ભાજપ બંનેએ વધુ બેઠકો જીતી હતી તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એક રીતે કહ્યું કે, વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર માટે લકી છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે એનડીએ અને ભાજપ તમામ રેકોર્ડ તોડીને 2024માં જનતાના આશીર્વાદથી વિજયી થશે.

ભારતમાં જર્મની ચાન્સેલરની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારો/સંધિઓની યાદી (1 નવેમ્બર, 2019)

November 01st, 03:26 pm

ભારતમાં જર્મની ચાન્સેલરની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારો/સંધિઓની યાદી (1 નવેમ્બર, 2019)

બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન

October 05th, 06:40 pm

બંને પ્રધાનમંત્રીઓએ ઉષ્માસભર વાતાવરણમાં વિગતવાર ચર્ચા કરી હતી. પછી બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા દ્વિપક્ષીય સમજૂતી કરારો/સમજૂતીઓનું આદાનપ્રદાન કરવા આયોજિત સમારંભની અધ્યક્ષતા કરી હતી તેમજ ત્રણ દ્વિપક્ષીય પ્રોજેક્ટનું વીડિયો લિન્ક મારફતે ઉદ્ઘાટન પણ કર્યું હતું.

Film and society are a reflection of each other: PM Modi

January 19th, 05:24 pm

PM Modi today inaugurated National Museum of Indian Cinema in Mumbai. Speaking at the event, the PM mentioned about the global impact of Indian cinema. The PM also assured the film fraternity that in order to curb piracy, the government was taking adequate steps to make amendments to the Cinematograph Act, 1952.

પ્રધાનમંત્રીએ ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું

January 19th, 05:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયના નવા ભવનનું ઉદઘાટન કર્યું હતુ.