કેન્દ્રીય મંત્રીમંડળે IN-SPACEના નેજા હેઠળ અંતરિક્ષ ક્ષેત્ર માટે રૂ.1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી
October 24th, 03:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અંતરિક્ષ ક્ષેત્રને સમર્પિત રૂ.1000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ ઇન-સ્પાઇસીનાં નેજા હેઠળ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.તમિલનાડુનાં મદુરાઈમાં ઓટોમોટિવ એમએસએમઇ માટે ડિજિટલ મોબિલિટી પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 27th, 06:30 pm
સૌપ્રથમ તો હું તમારા બધાની ક્ષમા માગું છું, કારણ કે મને આવવામાં મોડું થયું હતું અને તમારે ઘણી રાહ જોવી પડી હતી. હું સવારે દિલ્હીથી તો સમયસર નીકળી ગયો હતો, પરંતુ અનેકવિધ કાર્યક્રમો કરતા કરતા, દરેક 5-10 મિનિટ વધારે લે છે અને તેનું જ પરિણામ એ છે કે જે સૌથી છેલ્લે ઊભો રહે છે તેને સજા થઈ જાય છે. એટલે હું તેમ છતાં મોડો આવવા બદલ તમારા બધાની માફી માગું છું.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનાં સર્જન– ડિજિટલ મોબિલિટી'માં ભાગ લીધો
February 27th, 06:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી' કાર્યક્રમમાં સહભાગી થયું હતું તથા ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં હજારો ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાંધીગ્રામમાં તાલીમ પામેલી મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્કૂલનાં બાળકો સાથે પણ વાતચીત કરી હતી.દુબઈના જેબેલ અલીમાં ભારત માર્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ
February 14th, 03:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસકે, DP વર્લ્ડ દ્વારા બાંધવામાં આવનાર દુબઈમાં જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોન ખાતે 14 ફેબ્રુઆરી 2024ના રોજ ભારત માર્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો.વિકસિત ભારત-વિકસિત ગોવા પ્રોગ્રામમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 06th, 02:38 pm
ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈજી, આપણા યુવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્ય મહાનુભાવો અને ગોવાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. સમેસ્ત ગોંયકારાંક, મના-કાલઝા સાવન નમસ્કાર. તુમચો મોગ અની ઉર્બા પૂડોંન, મ્હાકા ગોયાંત યોન સદાંચ ખોસ સતા.પ્રધાનમંત્રીએ ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
February 06th, 02:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આજની વિકાસ પરિયોજનાઓમાં શિક્ષણ, રમતગમત, જળ શુદ્ધિકરણ, કચરાનું વ્યવસ્થાપન અને પર્યટન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ પણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કર્યા હતાં.નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 02nd, 04:31 pm
હમણાં જ હું પિયુષજીને સાંભળી રહ્યો હતો, તેઓ કહેતા હતા કે તમે આવો તો અમારું મનોબળ વધી જાય છે. પણ હું જોઇ રહ્યો હતો કે અહીં તો બધા હોર્સ પાવરવાળા લોકો બેઠા છે. ત્યારે નક્કી થઈ ગયું કે કોને ક્યાંથી મનોબળ મળવાનું છે. સૌ પ્રથમ તો હું આ શાનદાર આયોજન કરવા બદલ ઓટોમોટિવ ઉદ્યોગને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. હું આજે દરેક સ્ટોલની મુલાકાત તો લઈ શક્યો નથી, પરંતુ મેં જેટલા પણ સ્ટોલ જોયા, તે ખૂબ જ પ્રભાવિત કરનારા હતા. આપણા દેશમાં આ બધું થઈ રહ્યું છે, આપણે તેને જોઈએ છે તો વધુ આનંદ અનુભવીએ છીએ. મેં તો ક્યારેય કાર ખરીદી નથી, તેથી મને કોઈ અનુભવ નથી, કારણ કે મેં ક્યારેય સાયકલ પણ ખરીદી નથી. હું દિલ્હીના લોકોને પણ કહીશ કે આ એક્સ્પો જોવા જરૂર આવે. આ આયોજન મોબિલિટી કોમ્યુનિટી અને સમગ્ર સપ્લાય ચેનને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. હું ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે જ્યારે મારો પ્રથમ કાર્યકાળ હતો, ત્યારે મેં વૈશ્વિક સ્તરની એક મોબિલિટી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને જો તમે તે સમયની વાતો-વસ્તુઓ કાઢીને જોશો તો શા માટે આપણે બૅટરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આપણે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ, આ બધા વિષયો પર બહુ વિસ્તારપૂર્વક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, વૈશ્વિક નિષ્ણાતો આવ્યા હતા. અને આજે મારા બીજા કાર્યકાળમાં હું જોઈ રહ્યો છું કે ઘણી સારી પ્રગતિ થઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે ત્રીજી ટર્મમાં... સમજદારને ઈશારો પૂરતો હોય છે. અને તમે લોકો તો મોબિલિટી- ગતિશીલતાની દુનિયામાં છો, તેથી આ ઈશારો ઝડપથી દેશમાં પહોંચશે.પ્રધાનમંત્રીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024ને સંબોધન કર્યું
February 02nd, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતનાં સૌથી મોટા અને આ પ્રકારનાં સૌપ્રથમ મોબિલિટી પ્રદર્શન – ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024નાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે એક્સ્પોનો વોકથ્રુ પણ લીધો હતો. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં મોબિલિટી અને ઓટોમોટિવ વેલ્યુ ચેઇનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવી છે અને પ્રદર્શનો, પરિષદો, બાયર-સેલર મીટ, રાજ્ય સત્રો, માર્ગ સલામતી પેવેલિયન અને ગો-કાર્ટિંગ જેવા જાહેર-કેન્દ્રિત આકર્ષણો યોજાશે.ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોજાયેલા વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 08th, 12:00 pm
દેવભૂમિ ઉત્તરાખંડમાં આવીને મારું મન ધન્ય થઇ જાય છે. થોડાં વર્ષો પહેલાં હું બાબા કેદારના દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યારે અચાનક મારા મોંમાંથી શબ્દો નીકળી ગયા હતા કે, 21મી સદીનો આ ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો છે. અને મને એ વાતની ખુશી છે કે, હું મારા નિવેદનને સતત ચરિતાર્થ થતું જોઇ રહ્યો છું. આપ સૌને આ ગૌરવમાં જોડાવા માટે, ઉત્તરાખંડની વિકાસયાત્રા સાથે જોડવા માટે એક ખૂબ જ મોટો અવસર મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ, ઉત્તરકાશીમાં સુરંગમાંથી આપણા શ્રમિક ભાઇઓને સુરક્ષિત રીતે બચાવવા માટે હાથ ધરવામાં આવેલા સફળ અભિયાન માટે હું ખાસ કરીને રાજ્ય સરકાર સહિત દરેકને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ 'ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકારો શિખર સંમેલન 2023'નું ઉદ્ઘાટન કર્યું
December 08th, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થામાં આયોજિત 'ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકારો શિખર સંમેલન 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ પ્રદર્શનનું પગપાળા અવલોકન પણ કર્યું હતું અને ગ્રાઉન્ડ બ્રેકિંગ વૉલનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પુસ્તક સશક્ત ઉત્તરાખંડ અને બ્રાન્ડ હાઉસ ઑફ હિમાલયનું વિમોચન પણ કર્યું હતું. આ શિખર સંમેલનની થીમ 'શાંતિથી સમૃદ્ધિ' છે.ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:10 am
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું
October 17th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.મુંબઇમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સત્રના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 14th, 10:34 pm
IOCના અધ્યક્ષ શ્રી થોમસ બાચ, IOCના માનનીય સભ્યો, તમામ આંતરરાષ્ટ્રીય રમતગમત સંઘો, ભારતના રાષ્ટ્રીય સંઘના તમામ પ્રતિનિધિઓ, બહેનો અને ભાઇઓ!પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કર્યું
October 14th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સત્ર રમતગમત સાથે સંબંધિત વિવિધ હિતધારકો વચ્ચે આદાનપ્રદાન અને જાણકારીની વહેંચણીની તક પ્રદાન કરે છે.રાજસ્થાનના ચિત્તોડગઢમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 11:58 am
આજે આદરણીય બાપુ અને આપણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી છે. ગઈકાલે 1લી ઓક્ટોબરે રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઈને એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવા માટે હું તમામ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલારોપાણ કર્યું અને દેશને અર્પણ કર્યા
October 02nd, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડના મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ કે પ્રકલ્પનું શિલારોપાણ કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ પ્રકલ્પોમાં મહેસાણા – ભટિન્ડા – ગુરદાસપુર ગેસ પાઇપલાઇન, આબુ રોડ પર એચપીસીએલ (હિંદુસ્તાન પેટ્રોલિયમ નિગમ લિમિટેડ)નો એલપીજી પ્લાન્ટ, આઇઓસીએલ (ભારતીય ઓઇલ નિગમ લિમિટેડ)ના અજમેર બોટલિંગ પ્લાન્ટની સંગ્રહક્ષમતામાં વધારો, રેલવે અને માર્ગ સાથે સંબંધિત પ્રકલ્પો, નાથદ્વારામાં પ્રવાસનલક્ષી સુવિધાઓ અને કોટામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કાયમી સંકુલ સામેલ છે.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 24th, 03:53 pm
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ રાજ્યોના રાજ્યપાલો, વિવિધ રાજ્યોમાં ઉપસ્થિત સાથી મુખ્યમંત્રીઓ, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, રાજ્યોના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પરિવારના સભ્યો,પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની નવ ટ્રેનોને લીલી ઝંડી આપી
September 24th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ નવી વંદે ભારત ટ્રેનો દેશભરમાં કનેક્ટિવિટી સુધારવા અને રેલવે મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. જે નવી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી તે આ મુજબ છેઃસંસદના સેન્ટ્રલ હોલમાં સંસદસભ્યોને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 19th, 11:50 am
તમને અને તમારા દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. આજે આપણે બધા મળીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આજે, આપણે ફરી એકવાર વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરવા અને તેને પરિપૂર્ણ કરવા માટે પૂરા દિલથી કામ કરવાના આશય સાથે અહીં નવી ઇમારત તરફ આગળ વધી રહ્યા છીએ. આદરણીય ઓડિટોરિયમ, આ ઇમારત અને તે પણ આ સેન્ટ્રલ હોલ, એક રીતે, આપણી લાગણીઓથી ભરેલો છે. તે આપણને લાગણીશીલ બનાવે છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપે છે. આઝાદી પહેલા આ વિભાગનો ઉપયોગ એક પ્રકારની પુસ્તકાલય તરીકે થતો હતો. પરંતુ પછીથી અહીં બંધારણ સભાની બેઠકો શરૂ થઈ અને બંધારણ સભાની તે બેઠકો દ્વારા ઊંડી ચર્ચા અને વિચારણા પછી આપણું બંધારણ અહીં આકાર પામ્યું. અહીં 1947માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું, અમારો સેન્ટ્રલ હોલ પણ એ પ્રક્રિયાનો સાક્ષી છે. આ સેન્ટ્રલ હોલમાં જ ભારતનો ત્રિરંગો અપનાવવામાં આવ્યો હતો, આપણું રાષ્ટ્રગીત અપનાવવામાં આવ્યું હતું. અને ઐતિહાસિક પ્રસંગો પર, આઝાદી પછી પણ, તમામ સરકારો વચ્ચે એવા ઘણા પ્રસંગો હતા જ્યારે બંને ગૃહોએ સાથે મળીને ચર્ચા કરી, સર્વસંમતિ પર પહોંચી અને ભારતના ભાગ્યને આકાર આપવાના નિર્ણયો લીધા.પ્રધાનમંત્રીએ વિશેષ સત્ર દરમિયાન સંસદના સેન્ટ્રલ હૉલમાં સાંસદોને સંબોધન કર્યું
September 19th, 11:30 am
પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છાઓ પાઠવીને ગૃહમાં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આજના પ્રસંગની નોંધ લીધી જ્યારે સંસદની નવી ઈમારતમાં ગૃહની કાર્યવાહી થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે સંસદનાં નવા ભવન તરફ જઈ રહ્યા છીએ.