ભારત ટેક્સ 2024, નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 26th, 11:10 am

કેબિનેટમાં મારા સાથીદારો, પીયૂષ ગોયલ જી, દર્શના જરદોશજી, વિવિધ દેશોના રાજદૂતો, વરિષ્ઠ રાજદ્વારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ, ફેશન અને ટેક્સટાઈલ જગત સાથે સંકળાયેલા તમામ મિત્રો, યુવા ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ, આપણા વણકરો અને આપણા કારીગર મિત્રો, દેવીઓ અને સજ્જનો! ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા ભારત ટેક્સ પર આપ સૌને અભિનંદન! આજનો પ્રસંગ પોતાનામાં ખૂબ જ ખાસ છે. ખાસ કરીને કારણ કે તે ભારતના બે સૌથી મોટા પ્રદર્શન કેન્દ્રો, ભારત મંડપમ અને યશોભૂમિમાં એક સાથે થઈ રહ્યું છે. આજે 3 હજારથી વધુ પ્રદર્શકો...100 દેશોમાંથી લગભગ 3 હજાર ખરીદદારો...40 હજારથી વધુ વેપાર મુલાકાતીઓ...આ ઇવેન્ટ સાથે એકસાથે સંકળાયેલા છે. આ ઈવેન્ટ ટેક્સટાઈલ ઈકોસિસ્ટમના તમામ હિતધારકો અને સમગ્ર મૂલ્ય શૃંખલાને એકસાથે આવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું

February 26th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે દેશમાં આયોજિત થનારા સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંના એક એવા ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી.

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

August 07th, 04:16 pm

થોડા દિવસો પહેલાં જ ભારત મંડપમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપનામાંથી ઘણાં લોકો પહેલાં પણ અહીં આવતા હતા અને તંબુઓમાં તમારી દુનિયા ઉભી કરતા હતા. હવે આજે તમે અહીં બદલાયેલ દેશ જોયો જ હશે. અને આજે આપણે આ ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ - રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત મંડપમની આ ભવ્યતામાં પણ ભારતના હાથશાળ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. પ્રાચીનનો અર્વાચીન સાથેનો આ સંગમ જ આજના ભારતને પરિભાષિત કરે છે. આજનું ભારત માત્ર લોકલ પ્રત્યે વોકલ જ નથી રહ્યું, પરંતુ તેને ગ્લોબલ બનાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે. થોડી વાર પહેલાં, કેટલાક વણકર સાથીએ જોડે મને વાતચીત કરવાની તક મળી હતી. દેશભરના ઘણાં હેન્ડલૂમ ક્લસ્ટરોમાંથી દૂર દૂરથી આપણા વણકર ભાઇઓ અને બહેનો આપણી સાથે જોડાવા માટે અહીં આવ્યા છે. હું આ ભવ્ય સમારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું આપ સૌને અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં નેશનલ હૅન્ડલૂમ ડે ઉજવણીને સંબોધન કર્યું

August 07th, 12:30 pm

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત મંડપમ્‌નો ઉદ્‌ઘાટન સમારંભ થયો તે અગાઉ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શકો કેવી રીતે તંબુમાં તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરતા હતા. ભારત મંડપમ્‌ની ભવ્યતામાં પ્રધાનમંત્રીએ ભારતના હાથવણાટનાં ઉદ્યોગનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, જૂના અને નવાના સંગમથી હાલનાં નવા ભારતને પરિભાષિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વ સુધી લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. આજના કાર્યક્રમની શરૂઆત અગાઉ વણકરો સાથે તેમની વાતચીત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની ભવ્ય ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ હૅન્ડલૂમ ક્લસ્ટર્સની હાજરીની નોંધ લીધી હતી અને તેમને આવકાર્યા હતા.

Revamping cloth industry in Kashi

March 02nd, 06:50 pm

“We have to transform India’s economy. On one hand manufacturing sector is to be enhanced, while on the other side, we have to make sure it directly benefits the youth. They must get jobs so that lives of poorest of the poor stands transformed and they come out of the poverty line. Enhancing their purchasing power would increase the number of manufacturers, manufacturing growth, employment opportunities and expand the market.” –Narendra Modi

PM’s interaction through PRAGATI

February 17th, 05:30 pm