રાયપુર, છત્તીસગઢમાં વિશેષ ગુણો ધરાવતા 35 વિવિધ પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 28th, 11:01 am

નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!

પ્રધાનમંત્રીએ વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી

September 28th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી 28મી સપ્ટેમ્બરે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે

September 27th, 09:41 pm

આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી સપ્ટેમ્બરે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં તમામ આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)માં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરશે. આ કાર્યક્રમ દરમ્યાન, પ્રધાનમંત્રી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટિક સ્ટ્રેસ ટૉલરન્સ, રાયપુરના નવા બંધાયેલા કૅમ્પસને પણ દેશને સમર્પિત કરશે.