મહારાષ્ટ્રમાં વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન, સમર્પણ અને શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
September 29th, 12:45 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, પુણેના સાંસદ અને મંત્રી પરિષદમાં મારા યુવા સાથી ભાઈ મુરલીધર, કેન્દ્રના અન્ય મંત્રીઓ જેઓ જોડાયા હતા. વિડિયો કોન્ફરન્સમાં હું મારી સામે મહારાષ્ટ્રના તમામ વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ ભાઈ-બહેનોને જોઈ શકું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યું
September 29th, 12:33 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બે દિવસ અગાઉ ખરાબ હવામાનને કારણે પુણેમાં યોજાયેલો તેમનો કાર્યક્રમ રદ કરવાની ઘટનાને યાદ કરી હતી અને આજના વર્ચ્યુઅલ ઇવેન્ટનો શ્રેય ટેકનોલોજીને આપતાં કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની પ્રેરણાની આ ભૂમિ મહારાષ્ટ્રના વિકાસનો નવો અધ્યાય જોઈ રહી છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજે જિલ્લા અદાલતનાં પુણે મેટ્રો સેક્શનનાં ઉદઘાટન અને પુણે મેટ્રો ફેઝ-1નાં સ્વારગેટટ-કટરાજ એક્સટેન્શનનો શિલાન્યાસ થયો છે. તેમણે ભિડેવાડામાં ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેની પ્રથમ કન્યા શાળાનાં સ્મારકનો શિલાન્યાસ કરવા વિશે પણ વાત કરી હતી અને પુણેમાં જીવન જીવવાની સરળતા વધારવાની દિશામાં ઝડપથી થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.પીએમ 29 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે
September 28th, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.કેબિનેટે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક કેન્દ્રો/શહેરોને મંજૂરી આપી
August 28th, 05:46 pm
ભારત ટૂંક સમયમાં જ ઔદ્યોગિક સ્માર્ટ સિટીઝનો ભવ્ય હાર પહેરશે, કારણ કે આજે એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ (એનઆઈસીડીપી) હેઠળ રૂ. 28,602 કરોડના અંદાજિત રોકાણ સાથે 12 નવી પ્રોજેક્ટ દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. આ પગલું ઔદ્યોગિક નોડ્સ અને શહેરોનું મજબૂત નેટવર્ક ઊભું કરવા દેશના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની તૈયારીમાં છે, જે આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને નોંધપાત્ર રીતે વેગ આપશે.