ઉત્તર પ્રદેશમાં જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ભૂમિ પૂજન વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઉત્તર પ્રદેશમાં જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ભૂમિ પૂજન વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 25th, 01:06 pm

ઉત્તર પ્રદેશના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, અહિના કર્મઠ અમારા જૂના સાથી ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, જનરલ વી કે સિંહજી, સંજીવ બલિયાનજી, એસ પી સિંહ બધેલજી, બી.એલ. વર્માજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી લક્ષ્મી નારાયણ ચૌધરીજી, શ્રી જય પ્રતાપ સિંહજી, શ્રીકાંત શર્માજી, ભૂપેન્દ્ર ચૌધરીજી, શ્રી નંદગોપાલ ગુપ્તાજી, અનિલ શર્માજી, ધર્મ સિંહ સૈનીજી, અશોક કટારિયાજી, શ્રી જી. એસ. ધર્મેશજી, સંસદમાં મારા સાથી ડોક્ટર મહેશ શર્માજી, શ્રી સુરેન્દ્ર સિંહ નાગરજી, શ્રી ભોલા સિંહજી, સ્થાનિક ધારાસભ્ય શ્રી ધિરેન્દ્ર સિંહજી, મંચ પર બિરાજમાન અન્ય તમામ લોક પ્રતિનિધિગણ અને મોટી સંખ્યામાં અહીં સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો

November 25th, 01:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, શ્રી સંજીવ બલિયાન, શ્રી એસ.પી. સિંહ બઘેલ અને શ્રી બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 25 નવેમ્બરે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી 25 નવેમ્બરે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કરશે

November 23rd, 09:29 am

ઉત્તરપ્રદેશ સમગ્ર ભારતમાં પાંચ આંતરરાષ્ટ્રીય હવાઇમથક ધરાવતું એકમાત્ર રાજ્ય બનવા જઇ રહ્યું છે કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર 2021ના રોજ બપોરે 1 વાગ્યે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં જેવાર ખાતે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક (NIA)નો શિલાન્યાસ કરશે.

આપણું લક્ષ્ય હાઈ સ્પીડ કનેક્ટિવિટી સાથે વધુ ઉત્પાદન છે: વડાપ્રધાન મોદી

September 14th, 04:55 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન શિન્ઝો આબેએ આજે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી. આ પ્રોજેક્ટને જાપાન તરફથી નાણાકીય સહાયતા મળી છે અને તે 'મેઇક ઇન ઇન્ડિયા', કૌશલ્ય વિકાસ અને રોજગારીને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી આબેએ ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું

September 14th, 10:10 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ આજે સંયુક્તપણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું.