કેન્દ્રીય મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2023-24 માટે ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી

June 07th, 05:35 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (CCEA)એ માર્કેટિંગ સિઝન 2023-24 માટે તમામ મુખ્ય ખરીફ પાકો માટે લઘુતમ ટેકાના ભાવો (MSP)માં વધારાને મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ ત્રણ મહિના (ઑક્ટોબર 2022-ડિસેમ્બર 2022) માટે લંબાવી

September 28th, 04:06 pm

માનનીય પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2021માં જનહિતની જાહેરાત કરવામાં આવી હતી એને આગળ ધપાવતા અને પીએમજીકેએવાય હેઠળ વધારાની ખાદ્ય સુરક્ષાનાં સફળ અમલીકરણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય-7મો તબક્કો) વધુ 3 મહિના માટે એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે તમામ સરકારી યોજનાઓમાં ફોર્ટિફાઇડ ચોખાનાં વિતરણને મંજૂરી આપી

April 08th, 03:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કૅબિનેટ સમિતિએ આજે ​​રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA), સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS), પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ -PM POSHAN [અગાઉની મધ્યાહન ભોજન યોજના (MDM)] અને ભારત સરકારની અન્ય કલ્યાણ યોજનાઓ (OWS) હેઠળ 2024 સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબક્કાવાર રીતે સમગ્ર લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (TPDS)માં ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાય માટે તેની મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી 3 જી ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

August 01st, 09:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટ 2021ના રોજ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 12:30 વાગ્યે વાતચીત કરશે.