પ્રધાનમંત્રીએ ભારતના ભાગોમાં અતિશય વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી

July 10th, 04:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી છે અને ભારતના ભાગોમાં અતિશય વરસાદને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરી છે.

પ્રધાનમંત્રીએ તુર્કી અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી એનો મૂળપાઠ

February 20th, 06:20 pm

તમે માનવતા માટે એક મહાન કાર્ય કરીને પાછા ફર્યા છો. ઓપરેશન દોસ્ત સાથે સંકળાયેલી આખી ટીમ, પછી તે એનડીઆરએફ હોય, એરફોર્સ હોય કે આપણી અન્ય સેવાઓના સાથી હોય, સૌએ બહુ જ સરસ કાર્ય કર્યું છે અને ત્યાં સુધી કે આપણા મૂક દોસ્તો, ડોગ સ્ક્વૉડના સભ્યોએ પણ અદ્‌ભૂત ક્ષમતા દર્શાવી છે. દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે.

પ્રધાનમંત્રીએ તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી

February 20th, 06:00 pm

પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો સાથે વાતચીત કરી હતી.

દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

April 13th, 08:01 pm

ગૃહ મંત્રી શ્રી અમિત શાહજી, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબેજી, ગૃહ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ, એર સ્ટાફના વડા, ઝારખંડના ડીજીપી, એનડીઆરએફના ડીજી, આઈટીબીપીના ડીજી, સ્થાનિક વહીવટીતંત્રના સાથીઓ, અમારી સાથે જોડાયેલા તમામ બહાદુર જવાનો, કમાન્ડો, પોલીસકર્મીઓ, અન્ય સાથી ગણ,

પ્રધાનમંત્રી શ્રી મોદીએ દેવઘર બચાવ કામગીરીમાં સામેલ લોકો સાથે વાતચીત કરી

April 13th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હવાઇ દળ-​​IAF, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિક સમાજના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેઓ દેવઘરમાં કૅબલ કાર અકસ્માતમાં બચાવ કામગીરીમાં સામેલ હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબે, કેન્દ્રીય ગૃહ સચિવ, સૈન્ય વડા, ચીફ ઓફ એર સ્ટાફ, એનડીઆરએફના ડીજી, ITBPના ડીજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીએ NDRF ટીમને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

January 19th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

હિમાચલ પ્રદેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોવિડ રસીના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલ સંવાદનો મૂળપાઠ

September 06th, 11:01 am

હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાન સેવક તરીકે જ નહિ પરંતુ એક પરિવારના સભ્ય તરીકે પણ મને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે. મેં નાની નાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા હિમાચલને પણ જોયું છે અને આજે વિકાસની ગાથાને લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ બધુ જ દેવી દેવતાઓના આશીર્વાદ વડે, હિમાચલ સરકારની કર્મ કુશળતા દ્વારા અને હિમાચલનાં જન-જનની જાગૃતિ વડે જ સંભવ થઈ શક્યું છે. હું ફરી એકવાર જેમની જેમની સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો અને જે રીતે બધાએ વાતો કરી તેના માટે હું તેમનો તો આભાર વ્યક્ત કરું છું. હું સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું. હિમાચલે એક ટીમના રૂપમાં કામ કરીને અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!!

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

September 06th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે રસીકરણ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, શ્રી અનુરાગસિંહ ઠાકુર, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના નેતાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

July 31st, 11:02 am

શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ

July 31st, 11:01 am

તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત

July 31st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા 7 વર્ષોમાં, આપણે બધા 'ટીમ ઇન્ડિયા' તરીકે કામ કર્યું: મન કી બાત દરમિયાન પીએમ મોદી

May 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતના વિજયનો સંકલ્પ હંમેશાં એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાંથી બહાર કાઢ્યો છે. તાજેતરના દિવસોમાં આપણે જોયું છે કે આપણા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળના યોદ્ધાઓએ પોતાની ચિંતા છોડીને દિવસ-રાત કામ કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જેમની કોરોનાના બીજા મોજા સામે લડવામાં ઘણી મોટી ભૂમિકા રહી છે. મને ‘મન કી બાત’ના અનેક શ્રોતાઓએ NamoApp પર અને પત્ર દ્વારા આ યૌદ્ધાઓ વિશે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.

પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘તૌકતે’ પર તૈયારીની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

May 15th, 06:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાર ‘તૌકતે’થી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની તૈયારીની સમીક્ષા કરવા આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

2જા રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 10:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું

January 12th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો અને પ્રધાનમંત્રીએ ત્રણ યુવા રાષ્ટ્રીય વિજેતાઓના અભિપ્રાયો પણ સાંભાળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રીય યુવા અને રમતગમત રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આઈપીએસ પ્રોબેશનર્સની ‘દીક્ષાંત પરેડ’માં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 04th, 11:07 am

દીક્ષાંત પરેડ સમારંભમાં હાજર કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી અમિત શાહજી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, જી. કિશન રેડ્ડીજી, સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના અધિકારી ગણ અને યુવા જોશથી ભારતીય પોલીસ સેવાનુ નેતૃત્વ પૂરૂ પાડવા માટે સજજ 71 આર આરના મારા તમામ યુવાન સાથીદારો.

પ્રધાનમંત્રીએ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો

September 04th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVP NPA) ખાતે ‘દીક્ષાંત પરેડ કાર્યક્રમ’ દરમિયાન આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું કે, હવે પછી જો તમે પાલતુ શ્વાન ઉછેરવાનો વિચાર કરો તો તમારા ઘરે ભારતીય પ્રજાતિનો શ્વાન લાવવાનો ધ્યેય રાખશો

August 30th, 04:34 pm

મન કી બાતના તાજેતરના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્યના શ્વાન – સોફી અને વિદા વિશે વાત કરી હતી કે જેને ચીફ ઓફ આર્મી સ્ટાફ ‘કોમ્મેન્ડેશન કાર્ડ્સ’ એનાયત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો અને સુરક્ષા દળો પાસે આવા ઘણા બહાદુર શ્વાન છે જેમણે અસંખ્ય બોમ્બ વિસ્ફોટો અને આતંકવાદી કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે દારૂગોળો અને આઈ.ઈ.ડી.ને સુંઘવામાં મદદ કરવા માટેના બીજા ઘણા શ્વાનોના ઉદાહરણો આપ્યા અને બીડ પોલીસનો પણ ઉલ્લેખ કર્યો જેમણે તાજેતરમાં જ તેમના શ્વાનીય સાથી રોકીને અંતિમ વિદાય આપી જેણે 300થી વધુ કેસના સમાધાનમાં પોલીસને મદદ કરી હતી.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી

August 25th, 10:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે.

During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat

July 26th, 11:30 am

During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.