પ્રધાનમંત્રીના અગ્ર સચિવે જી20 આપત્તિ જોખમ ઘટાડવાના કાર્યકારી જૂથની ત્રીજી બેઠકને સંબોધન કર્યું

July 24th, 07:48 pm

પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવે આ વર્ષે માર્ચમાં ગાંધીનગરમાં પ્રથમ વખત થયેલી બેઠકને યાદ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અભૂતપૂર્વ આબોહવામાં પરિવર્તનને લગતી આપત્તિઓ વિશે વાત કરી હતી. તેમણે સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં ભારે ગરમીના મોજા, કેનેડામાં જંગલોમાં લાગેલી આગ અને ત્યારબાદ ઉત્તર અમેરિકાના વિવિધ ભાગોના શહેરોને અસર કરતી ધુમ્મસ અને ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પરની મુખ્ય ચક્રવાતી પ્રવૃત્તિઓના ઉદાહરણો આપ્યા હતા. મુખ્ય સચિવે દિલ્હીને 45 વર્ષમાં આવેલા સૌથી ભયાનક પૂરનો અનુભવ થવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એનડીએમએની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી

October 18th, 01:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યાવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

સાઉથ એશિયા સેટેલાઈટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોના સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સમાપન સંદેશનો મૂળ પાઠ

May 05th, 06:38 pm

સાઉથ એશિયા સેટેલાઇટ આપણને જણાવે છે કે સમાન વિચારસરણી ધરાવતા દેશો વચ્ચે પ્રાદેશિક સહકારની વાત આવે છે, ત્યારે આપણે અંતરિક્ષમાં પણ ગાઢ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. “सबकासाथसबकाविकास” દક્ષિણ એશિયામાં સહકાર અને કામગીરી માટે દીવાદાંડી બની શકે છે.

સાઉથ એશિયા સેટેલાઇટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણીઓનો મૂળ પાઠ

May 05th, 04:02 pm

આજે દક્ષિણ એશિયા માટે ઐતિહાસિક દિવસ છે. આજે અભૂતપૂર્વ દિવસ છે. બે વર્ષ અગાઉ ભારતે વચન આપ્યું હતું અને આજે પૂર્ણ થયું છે. અમે દક્ષિણ એશિયામાં આપણા ભાઈઓ અને બહેનોના વિકાસ અને સમૃદ્ધિ માટે આધુનિક સ્પેસ ટેકનોલોજીનો લાભ આપવાનું વચન આપ્યું હતું. સાઉથ એશિયા સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગથી ભારતે તેનું વચન પૂર્ણ કર્યું છે. આ સેટેલાઇટના લોન્ચ સાથે આપણે આપણી ભાગીદારીને નવી ઊંચાઈએ પહોંચાડવાની સફર શરૂ કરી છે.

Social Media Corner – 3rd Jul’16

July 03rd, 07:43 pm



PM releases National Disaster Management Plan

June 01st, 01:55 pm