નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમ વખત 'નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 10:46 am
આ કાર્યક્રમમાં હાજર મંત્રી પરિષદના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, જ્યુરી સભ્યો ભાઈ પ્રસુન જોશીજી, રૂપાલી ગાંગુલીજી, દેશના ખૂણે ખૂણેથી અહીં હાજર રહેલા તમામ કન્ટેન્ટ સર્જકો, દેશના દરેક ખૂણે આ ઈવેન્ટ જોઈ રહેલા મારા તમામ યુવા મિત્રો અને બીજા બધા સજ્જનો. આપ સૌનું સ્વાગત છે, આપ સૌને અભિનંદન. અને તમે એ લોકો છો જેમણે તમારું સ્થાન બનાવ્યું છે, અને તેથી જ તમે આજે તે સ્થાન પર છો – ભારત મંડપમ. અને બહારનું પ્રતીક પણ સર્જનાત્મકતા સાથે સંકળાયેલું છે, અને આ તે જગ્યા છે જ્યાં G-20ના તમામ વડાઓ અહીં એકઠા થયા હતા, અને આગળની દુનિયા કેવી રીતે બનાવવી તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. અને આજે તમે એવા લોકો છો જેઓ ભારતનું ભવિષ્ય કેવી રીતે બનાવવું તેની ચર્ચા કરવા આવ્યા છો.પ્રધાનમંત્રીએ સૌપ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કારનાં વિજેતાઓ સાથે વાતચીત કરી
March 08th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સૌપ્રથમ રાષ્ટ્રીય સર્જકો પુરસ્કાર એનાયત કર્યો હતો. તેમણે વિજેતાઓ સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટે આ એવોર્ડની કલ્પના લોન્ચપેડ તરીકે કરવામાં આવી છે.