નવી દિલ્હીમાં નેશનલ ટેક્નોલોજી ડે પર એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
May 11th, 11:00 am
આજે, 11 મે, ભારતના ઇતિહાસમાં સૌથી ગૌરવપૂર્ણ દિવસો પૈકીનો એક છે. આજે ભારતના વૈજ્ઞાનિકોએ પોખરણમાં તે સિદ્ધિ હાંસલ કરી હતી, જેનાથી ભારત માતાના દરેક બાળકને ગર્વ થયો હતો. હું એ દિવસ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે અટલજીએ ભારતના સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. પોખરણ પરમાણુ પરીક્ષણ દ્વારા, ભારતે માત્ર તેની વૈજ્ઞાનિક ક્ષમતા જ સાબિત કરી નથી, પરંતુ ભારતના વૈશ્વિક કદને પણ એક નવી ઊંચાઈ આપી છે. અટલજીના પોતાના શબ્દોમાં કહીએ તો અમે અમારા મિશનમાં ક્યારેય રોકાયા નથી. કોઈપણ પડકાર સામે ક્યારેય ઝૂક્યા નથી. હું તમામ દેશવાસીઓને નેશનલ ટેકનોલોજી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણી કરવા એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
May 11th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પ્રધાનમંત્રીએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રધાનમંત્રીના દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝનની સાથે સુસંગત છે.મોહાલી, પંજાબમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 24th, 06:06 pm
આઝાદીના અમૃતકાળમાં દેશ નવા સંકલ્પોને હાંસલ કરવા તરફ આગળ ધપી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ દેશની બહેતર બની રહેલી આરોગ્ય સેવાઓનું પ્રતિબિંબ છે. હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરથી પંજાબ, હરિયાણાની સાથે સાથે હિમાચલ પ્રદેશના લોકોને પણ લાભ થનારો છે. આજે હું આ ધરતીનો અન્ય એક કારણસર આભાર વ્યક્ત કરવા માગું છું. પંજાબ સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાંતિવીરો, રાષ્ટ્રભક્તિની ઓતપ્રોત પરંપરાની આ પવિત્ર ધરતી રહી છે. પોતાની આ પરંપરાને પંજાબે હર ઘર તિરંગા અભિયાન દરમિયાન પણ સમૃદ્ધ રાખી છે. આજે હું પંજાબની જનતાનો, ખાસ કરીને અહીંના યુવાનોનો, હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છુ.PM dedicates Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Sahibzada Ajit Singh Nagar (Mohali)
August 24th, 02:22 pm
PM Modi dedicated Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Mohali in Punjab. The PM reiterated the government’s commitment to create facilities for cancer treatment. He remarked that a good healthcare system doesn't just mean building four walls. He emphasised that the healthcare system of any country becomes strong only when it gives solutions in every way, and supports it step by step.India will emerge stronger only when we empower our daughters: PM Modi
February 12th, 01:21 pm
Prime Minister Modi addressed Swachh Shakti 2019 in Kurukshetra, Haryana and launched various development projects. Addressing the programme, PM Modi lauded India’s Nari Shakti for their contributions towards the noble cause of cleanliness. The Prime Minister said that in almost 70 years of independence, sanitation coverage which was merely 40%, has touched 98% in the last five years.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સશક્ત મહિલાઓથી જ સક્ષમ સમાજનું અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે
February 12th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેઓ મહિલા સરપંચોનાં સંમેલન સ્વચ્છ શક્તિ – 2019માં સહભાગી થયા હતા અને દેશભરની મહિલા સરપંચોનું સ્વચ્છ શક્તિ – 2019 પુરસ્કારથી સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં આયોજિત સ્વચ્છ સુંદર શૌચાલય પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે હરિયાણામાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર ખટ્ટર તથા અન્ય મહાનુભાવનો ઉપસ્થિત રહ્યા હતા.તાતા મેમોરીયલના પ્લેટીનમ જ્યુબીલી માઈલસ્ટોન પુસ્તકનું વિમોચન કરતા PM મોદી
May 25th, 11:08 am
PM નરેન્દ્ર મોદીએ આજે તાતા મેમોરીયલના પ્લેટીનમ જ્યુબીલી માઈલસ્ટોન પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કેન્સરના ઉપચાર માટે શ્રી રતન તાતા અને તાતા મેમોરીયલ હોસ્પિટલના પ્રદાનની પ્રસંશા કરી હતી. PM મોદીએ નોંધ્યું હતું કે કેન્સર એ ખુબ મોટો પડકાર હતો અને આથી દર્દીઓ પોષણક્ષમ ઉપચાર મેળવે તેના માટે એક સહિયારું પ્લેટફોર્મ ઉભું કરવું જરૂરી હતું.