પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત નાણાકીય લાભના હપ્તાની ફાળવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 09th, 12:31 pm

છેલ્લા કેટલાક દિવસોથી હું સરકારની જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું. સરકારે જે યોજનાઓ બનાવી છે, તેનો લાભ લોકો સુધી કઈ રીતે પહોંચી રહ્યો છે, તે વધુ સારી રીતે આપણને ખબર પડે છે. જનતા જનાર્દન સાથે સીધા સંપર્કનો આ જ ફાયદો હોય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ, દેશભરના અનેક રાજયોમાંથી ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી ગણ, લેફ્ટનન્ટ ગવર્નર અને ઉપ-મુખ્યમંત્રી ગણ, રાજ્ય સરકારોના મંત્રી, અન્ય મહાનુભવો, દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો અને ભાઈઓ તથા બહેનો,

પ્રધાનમંત્રીએ PM-KISANનો નવમો હપ્તો છૂટો કર્યો, રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી

August 09th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)નો આગામી નાણાં સહાયનો હપ્તો છૂટો કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. આનાથી 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોના બેંક ખાતાઓમાં રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર થઇ શકી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) અંતર્ગત ખેડૂતોને નાણાકીય લાભનો આ નવમો હપ્તો રીલિઝ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોના ટૂંકાગાળાના ઋણ માટે બેંકોને વ્યાજ સહાય મંજૂર કરતું કેબિનેટ

June 14th, 03:44 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે વર્ષ 2017-18 માટે વ્યાજ સહાય યોજના (ISS)ને મંજૂરી આપી દીધી છે. આ ખેડૂતોને ટૂંકાગાળાનું રૂ. 3 લાખ સુધીના ઋણ લેવામાં જે એક વર્ષમાં પરત કરવાનું હોય છે અને જેના પર 4% પ્રતિ વર્ષનું વ્યાજ હોય છે, સરળતા રહેશે. સરકારે આ હેતુ માટે રૂ. 20,339 કરોડ અલગથી ફાળવ્યા છે.

#VikasKaBudget: Know more about Budget 2016

February 29th, 03:21 pm