
સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 11:01 am
નમસ્કાર! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત કેબિનેટમાં મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, શ્રી પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી કૌશલ કિશોરજી, શ્રી બિશ્વેશ્વરજી, તમામ રાજ્યોના ઉપસ્થિત મંત્રીગણ, અર્બન લોકલ બોડીઝના મેયર્સ અને ચેર પર્સન, મ્યુનિસિપલ કમિશનર્સ, સ્વચ્છ ભારત મિશનના અમૃત યોજનાના આપ સૌ સારથિ, દેવીઓ અને સજ્જનો!
પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0નો આરંભ કર્યો
October 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં, સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (અમૃત 2.0)નો આરંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી કૌશલ કિશોર, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મંત્રીઓ, મેયરો અને સ્થાનિક શહેરી સંગઠનોના ચેરપર્સનો અને મ્યુનિસિપલ કમિશનરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 13th, 11:01 am
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી નીતિન ગડકરી જી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી જી, ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારો, તમામ OEM સંગઠનો, મેટલ અને સ્ક્રેપિંગ ઉદ્યોગના તમામ સભ્યો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું
August 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનનું આયોજન સ્વૈચ્છિક વાહન-કાફલા આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધા ઉભી કરવા માટે રોકાણને આમંત્રિત કરવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં એકીકૃત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સહયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.વાહન સ્ક્રેપેજ નીતિનો આજે શુભારંભ ભારતની વિકાસ યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ પગલું છે: પ્રધાનમંત્રી
August 13th, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વાહન સ્ક્રેપેજ નીતિની શરૂઆત ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે.પ્રધાનમંત્રી 13 ઓગસ્ટે ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધશે
August 11th, 09:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરશે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સંકલિત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગ ખાતે શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા પ્રસ્તુત સમન્વય પર પણ ધ્યાન આકર્ષિત કરશે.