સોમનાથ ગુજરાત ખાતે વિવિધ યોજનાઓના ઉદ્દઘાટન અને શિલાન્યાસ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 20th, 11:01 am
કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા આપણાં સૌના શ્રધ્ધેય લાલકૃષ્ણ અડવાણીજી, દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, શ્રીપદ નાયકજી, અજય ભટ્ટજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયજી, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ, ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરજી વાસણભાઈ, લોકસભામાં મારા સાથી રાજેશભાઈ, સોમનાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રવિણ લહેરીજી, તમામ શ્રધ્ધાળુ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
August 20th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં સોમનાથ સહેલગાહ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટરઅને જૂનાં સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમ્યાન શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીની સાથે શ્રી લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પર્યટન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 31st, 11:02 am
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને પ્રધાનમંત્રીએ આપેલા પ્રવચનનો મૂળપાઠ
July 31st, 11:01 am
તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
July 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી ખાતે આઇપીએસ પ્રોબેશનર્સને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન પ્રોબેશનર્સ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.