સોશિયલ મીડિયા કોર્નર 15 મે 2017

May 15th, 07:15 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

PM મોદીની દ્રષ્ટિની પ્રશંસા કરતા સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

May 15th, 04:08 pm

આજે નર્મદા સેવા યાત્રા પ્રસંગે સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના વિકાસની PM નરેન્દ્ર મોદીની દ્રષ્ટિની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા શરુ કરાયેલી પહેલ દેશમાં પરિવર્તન લાવશે.

નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે: PM મોદી

May 15th, 02:39 pm

અમરકંટક ખાતે એક સભાને સંબોધિત કરતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નર્મદા સેવા યાત્રા એ ઇતિહાસમાં એક અનોખું પગલું છે. તેમણે કહ્યું કે નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તરણ બાબતે બોલતા, PMએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનની સફળતા સરકારોને લીધે નહીં પરંતુ લોકોના પ્રયાસોને લીધે છે.

મધ્ય પ્રદેશમાં નર્મદા સેવા યાત્રા ના સમાપન સમારોહને સંબોધતા PM

May 15th, 02:36 pm

નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભને સંબોધતા PM મોદીએ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ એક અનોખું જન આંદોલન હતું. તેમણે મધ્ય પ્રદેશ સરકારને નર્મદા નદી જે ભયસ્થાનોનો સામનો કરી રહી છે તે જાણવા માટે અને તેની સુરક્ષા માટે કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે લોકોને પણ 2022 સુધીમાં જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વિકાસનું નવું મોડલ શોધવા માટે વિનંતી કરી હતી.

અમરકંટક, મધ્ય પ્રદેશ ખાતે નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે PM જોડાશે

May 14th, 06:11 pm

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરકંટક મધ્ય પ્રદેશ ખાતે નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં જોડાશે. નર્મદાના રક્ષણ ઉપરાંત પર્યાવરણની સુરક્ષાનો મોટો સંદેશ આપતી નર્મદા સેવા યાત્રા એ એક અદ્ભુત જન આંદોલન છે.

પ્રધાનમંત્રીએ બોટાદમાં સૌની યોજના સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કર્યા

April 17th, 05:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બોટાદમાં સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન) યોજનાનો ફેઝ-1 (લિન્ક 2) રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. તેમણે સૌની યોજનાના ફેઝ 2 (લિન્ક 2)નું શિલારોપણ પણ કર્યું હતું..