પ્રધાનમંત્રી 24મી એપ્રિલે સ્વામિત્વ યોજના હેઠળ ઈ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે
April 23rd, 07:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ–પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ–પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.