મહારાષ્ટ્રના વાશિમમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રની પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 12:05 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનજી, લોકપ્રિય મુખ્યમંત્રી, એકનાથ શિંદેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, શિવરાજસિંહ ચૌહાણ અને રાજીવ રંજન સિંહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, બંજારા સમાજમાંથી આવેલા મારા ભાઈઓ અને બહેનો, જેઓ દૂર-દૂરથી આવ્યા છે, દેશભરના ખેડૂત ભાઈઓ અને બહેનો, અને અન્ય તમામ આદરણીય મહાનુભાવો, મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનો, વાશિમની આ પવિત્ર ભૂમિથી લઈને દેવી પોહરાદેવીને હું નમન કરું છું. નવરાત્રિ દરમિયાન આજે માતા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સન્માન મને મળ્યું હતું. મેં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિની પણ મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. હું આ મંચ પરથી મારું માથું ઝુકાવું છું અને આ બે મહાન સંતોને આદર આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં આશરે રૂ. 23,300 કરોડના મૂલ્યના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલો શરૂ કરી
October 05th, 12:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વાશિમમાં આશરે રૂ. 23,300 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પહેલોનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલોમાં પીએમ-કિસાન સન્માન નિધિના 18માં હપ્તાનું વિતરણ, નમો શેતકરી મહાસંમન નિધિ યોજનાના પાંચમા હપ્તાનો શુભારંભ, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) હેઠળ 7,500થી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ, 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ, 19 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતા મહારાષ્ટ્રમાં પાંચ સોલાર પાર્ક અને પશુઓ અને સ્વદેશી જાતિ આધારિત વીર્ય ટેકનોલોજી માટે યુનિફાઇડ જિનોમિક ચિપનો શુભારંભ સામેલ છે.