નવી દિલ્હીમાં NCC/NSS કેડેટ્સ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નવી દિલ્હીમાં NCC/NSS કેડેટ્સ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 24th, 03:26 pm

તમે અહીં આપેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિ જોઈને મને ગર્વની લાગણી થાય છે. તમે અહીં રાણી લક્ષ્મીબાઈના ઐતિહાસિક વ્યક્તિત્વ અને ઈતિહાસની ઘટનાઓને થોડી જ ક્ષણોમાં જીવંત કરી છે. આપણે બધા આ ઘટનાઓથી પરિચિત છીએ, પરંતુ તમે જે રીતે તેને રજૂ કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે. તમે પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનવાના છો. અને આ વખતે તે બે કારણોસર વધુ ખાસ બન્યો છે. આ 75મો ગણતંત્ર દિવસ છે. અને બીજું, પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડ દેશની મહિલા શક્તિને સમર્પિત છે. આજે હું દેશના વિવિધ ભાગોમાંથી આટલી મોટી સંખ્યામાં દીકરીઓને અહીં આવેલી જોઈ રહ્યો છું. તમે અહીં એકલા નથી આવ્યા, તમે બધા તમારી સાથે તમારા રાજ્યોની સુગંધ, વિવિધ રીત-રિવાજોનો અનુભવ અને તમારા સમાજની સમૃદ્ધ વિચારસરણી લઈને આવ્યા છો. આજે તમારી મુલાકાત પણ એક ખાસ પ્રસંગ બની જશે. આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે છે. આજનો દિવસ દીકરીઓની હિંમત, ભાવના અને સિદ્ધિઓના વખાણ કરવાનો છે. દીકરીઓમાં સમાજ અને દેશને સુધારવાની ક્ષમતા હોય છે. ઈતિહાસના જુદા જુદા સમયગાળામાં ભારતની દીકરીઓએ પોતાના દૃઢ ઈરાદા અને સમર્પણની ભાવનાથી ઘણા મોટા ફેરફારોનો પાયો નાખ્યો છે. આ ભાવના તમે થોડા સમય પહેલા આપેલી રજૂઆતમાં પણ પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું

January 24th, 03:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈના જીવનનું ચિત્રણ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાએ આજે ભારતનાં ઇતિહાસને જીવંત કર્યો છે. તેમણે આ કાર્યક્રમમાં સામેલ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ હવે પ્રજાસત્તાક દિનની પરેડનો ભાગ બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રસંગ બે કારણોથી વિશેષ છે– 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ભારતની નારી શક્તિ પ્રત્યે સમર્પણ. સમગ્ર ભારતમાંથી સહભાગી થનારી મહિલાઓનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં એકલાં નથી આવ્યાં, પણ તેમણે તેમનાં સંબંધિત રાજ્યો, તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને તેમનાં સમાજની ભવિષ્યલક્ષી વિચારસરણીનાં હાર્દને સાથે સાથે લાવ્યાં છે. આજે અન્ય એક વિશેષ પ્રસંગની નોંધ લઈને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાલિકા દિવસનો ઉલ્લેખ કર્યો હતો, જે તેમનાં સાહસ, દ્રઢ નિશ્ચય અને સિદ્ધિઓની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની દીકરીઓ સારા માટે સમાજને સુધારવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ વિવિધ ઐતિહાસિક સમયગાળામાં સમાજનો પાયો નાંખવામાં મહિલાઓનાં યોગદાન પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, આ માન્યતા આજના સાંસ્કૃતિક પ્રદર્શનમાં જોવા મળી છે.

The devotion of the people is unparalleled, and their love is my good fortune: PM Modi

The devotion of the people is unparalleled, and their love is my good fortune: PM Modi

January 17th, 01:55 pm

Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.

PM Modi addresses the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala

January 17th, 01:51 pm

Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.

મન કી બાત, ડિસેમ્બર 2023

December 31st, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 12:35 pm

મોદીનીગૅરેન્ટીવાળીગાડીને લઈને જે ઉત્સાહ ગામેગામ જોવા મળી રહ્યો છે તે ભારતના દરેક ખૂણે જોવા મળે છે, પછી તે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ખૂબ નાનાં ગામો હોય કે મોટાં ગામો હોય અને અમુક તો, મેં જોયું છે કે ગાડીનો રૂટ નથી છતાં પણ લોકો ગામવાળા રસ્તે આવીને ઊભા રહી જાય છે અને ગાડી ઊભી રખાવીને બધી જાણકારી મેળવી લે છે, એટલે આ તો ખરેખર અદ્‌ભૂત છે. અને મેં કેટલાક લાભાર્થીઓ સાથે હમણાં જે વાતચીત કરી. મને જણાવવામાં આવ્યું છે કે આ યાત્રા દરમિયાન દોઢ લાખથી વધુ લાભાર્થીઓને તેમના અનુભવો કહેવાની તક મળી, અને આ અનુભવોની નોંધ રેકોર્ડ કરવામાં આવી છે. અને છેલ્લા 10-15 દિવસમાં મેં વચ્ચે-વચ્ચે જોયું પણ છે કે ગામના લોકોની શું લાગણી છે, યોજનાઓ મળી છે તે પાક્કી પૂરી મળી છે કે નથી મળી. સમગ્ર ડિટેલ એમને ખબર, બધી ચીજ, હું તમારા વીડિયો જોઉં છું, ત્યારે મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે મારાં ગામના લોકો પણ તેમને જે સરકારી યોજનાઓ મળે છે તેનો કેવી રીતે સારો ઉપયોગ કરે છે.હવે જુઓ જો કોઈને કાયમી ઘર મળ્યું હોય તો તેને લાગે છે કે તેના જીવનમાં નવી શરૂઆત થઈ ગઈ છે. જો કોઈને નળથી પાણી મળે તો તેને લાગે કે અત્યાર સુધી તો આપણે પાણી માટે મુશ્કેલીમાં જીવતા હતા, આજે આપણા ઘરે પાણી આવી પહોંચ્યું છે. જો કોઈને શૌચાલય મળે તો તેને લાગે છે કે તેને ઈજ્જત ઘર મળ્યું છે અને આપણે કહેતા કે જૂના જમાનામાં મોટા મોટા ધનિક લોકોનાં ઘરે શૌચાલય ઉપલબ્ધ હતાં, હવે આપણાં ઘરોમાં શૌચાલય છે. તેથી તે સામાજિક પ્રતિષ્ઠાનો પણ વિષય બની ગયો છે.કોઈને મફત સારવાર મળી છે, કોઈને મફત રાશન મળ્યું છે, કોઈને ગેસ કનેક્શન મળ્યું છે, કોઈને વીજળીનું કનેક્શન મળ્યું છે, કોઈનું બૅન્ક ખાતું ખુલ્યું છે, કોઈને પીએમકિસાન સન્માન નિધિ મળી રહી છે, કોઈને પીએમપાક વીમાનો લાભ મળ્યો છે, તો કોઇને પીએમ સ્વનિધિ યોજના દ્વારા સહાય મળી છે, કોઇને પીએમ સ્વામિત્વ યોજના દ્વારા પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે, એટલે કે જો હું યોજનાઓનાં નામ કહું તો, જ્યારે હું જોઈ રહ્યો હતો, ત્યારે વસ્તુઓ ભારતના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે.

પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

December 09th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયબદ્ધ રીતે પહોંચે તે માટે સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને નમો એપ પર વિકસિત ભારત એમ્બેસેડર મોડ્યુલમાં પ્રભાવશાળી કાર્યો કરવા માટે 100 દિવસનો પડકાર સ્વીકારવા વિનંતી કરી

December 07th, 04:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ પર વિકસિત ભારત એમ્બેસેડર મોડ્યુલમાં પ્રભાવશાળી કાર્યો કરવાના 100 દિવસના પડકારને સ્વીકારવા વિનંતી કરી છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે વિકસિત ભારત એમ્બેસેડર બનવું એ શક્તિઓને સંયોજિત કરવાનો, વિકાસના એજન્ડાને ફેલાવવાનો અને વિકસિત ભારતના આપણા મિશનને પૂર્ણ કરવા માટે આપણી શક્તિઓનો ઉપયોગ કરવાનો એક આદર્શ માર્ગ છે.

પ્રધાનમંત્રીએ નાગરિકોને વિકિસિત ભારત એમ્બેસેડર બનવા આમંત્રણ આપ્યું

November 30th, 06:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને વિકસિત ભારત એમ્બેસેડર બનવા અને વિકાસના સંદેશને વિસ્તૃત કરવા વિનંતી કરી છે.

Viksit Bharat Sankalp Yatra transformed into a Jan Andolan from a govt initiative: PM Modi

November 30th, 12:00 pm

PM Modi interacted with beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Every person in every village understands the meaning of development”, PM Modi remarked as he noted that VBSY has transformed into a public movement from a government initiative. Youth have become ambassadors of VBSY”, he said.

પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

November 30th, 11:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેવઘરમાં એઈમ્સમાં સીમાચિહ્નરૂપ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. વધુમાં શ્રી મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવા માટેનો કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ બંને પહેલોની જાહેરાત કરી હતી, જેમાં મહિલા એસએચજીને ડ્રોન પ્રદાન કરવાની અને ચાલુ વર્ષની શરૂઆતમાં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણ દરમિયાન જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવામાં આવી હતી. કાર્યક્રમ આ વચનોની પૂર્તિને ચિહ્નિત કરે છે. પ્રધાનમંત્રીએ ઝારખંડમાં દેવઘર, ઓડિશામાં રાયગઢા, આંધ્રપ્રદેશમાં પ્રકાશમ, અરુણાચલ પ્રદેશમાં નામસાઈ અને જમ્મુ અને કાશ્મીરમાં અરનિયાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને સ્થાનિક માટે અવાજ ઉઠાવવા વિનંતી કરી

November 08th, 01:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરીને સ્થાનિક પ્રતિભાઓને ટેકો આપીને ભારતના ઉદ્યોગસાહસિક અને સર્જનાત્મક ભાવનાની ઉજવણી કરવા વિનંતી કરી હતી.

PM Modi’s Mega Election Rallies in Damoh, Guna & Morena, Madhya Pradesh

November 08th, 11:30 am

The campaigning in Madhya Pradesh has gained momentum as Prime Minister Narendra Modi has addressed multiple rallies in Damoh, Guna and Morena. PM Modi said, Today, India's flag flies high, and it has cemented its position across Global and International Forums. He added that the success of India's G20 Presidency and the Chandrayaan-3 mission to the Moon's South Pole is testimony to the same.

દેશભરમાં વોકલ ફોર લોકલ ચળવળને જોરદાર વેગ મળી રહ્યો છે: પ્રધાનમંત્રી શ્રી

November 06th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું છે કે દેશભરમાં વોકલ ફોર લોકલ ચળવળને ખૂબ જ વેગ મળી રહ્યો છે કારણ કે તેમણે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર એક પ્રેરણાદાયી વિડિયો શેર કર્યો હતો. શ્રી મોદીએ નાગરિકોને નમો એપ પર સ્વદેશી ઉત્પાદનો સાથે સેલ્ફી શેર કરવા અને UPI દ્વારા ચૂકવણી કરવા પણ વિનંતી કરી.

મીરાબાઈ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 29th, 11:00 am

સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રીએ માહિતી આપી કે નમો એપમાં મહત્વપૂર્ણ વિભાગ છે જે સ્થાનિક સાંસદ સાથે કનેક્ટ થવામાં મદદ કરે છે

October 16th, 09:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે નમો એપમાં મહત્વપૂર્ણ વિભાગ છે જે સ્થાનિક સંસદસભ્ય સાથે જોડવામાં મદદ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે આ વિભાગ આપણી લોકતાંત્રિક ભાવનાને આગળ વધારવામાં ઘણો આગળ વધશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તે સંબંધિત સ્થાનિક સાંસદ સાથે ઊંડાણપૂર્વક જોડાવા માટે, સાંસદ સાથે જોડાણની સુવિધા અને આયોજન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પણ મદદ કરશે.

I consistently encourage our dedicated karyakartas to incorporate Deendayal Ji's seven sutras into their lives: PM Modi

September 25th, 07:31 pm

Addressing the BJP karyakartas on the birth anniversary of Pandit Deendayal Upadhyaya in New Delhi, Prime Minister Narendra Modi expressed, I am honored to inaugurate his statue at 'Pt. Deendayal Upadhyaya Park' in Delhi, and it's truly remarkable that we are witnessing this wonderful and happy coincidence moment. On one side, we have Deendayal Upadhyaya Park, and right across stands the headquarters of the Bharatiya Janta Party. Today, the BJP has grown into a formidable banyan tree, all thanks to the seeds he sowed.

PM Modi pays tribute to Pt. Deendayal Upadhyaya in Delhi

September 25th, 07:09 pm

Addressing the BJP karyakartas on the birth anniversary of Pandit Deendayal Upadhyaya in New Delhi, Prime Minister Narendra Modi expressed, I am honored to inaugurate his statue at 'Pt. Deendayal Upadhyaya Park' in Delhi, and it's truly remarkable that we are witnessing this wonderful and happy coincidence moment. On one side, we have Deendayal Upadhyaya Park, and right across stands the headquarters of the Bharatiya Janta Party. Today, the BJP has grown into a formidable banyan tree, all thanks to the seeds he sowed.

પ્રધાનમંત્રીએ નમો એપ પર પ્રકાશિત ગરીબ કલ્યાણના 9 વર્ષને પ્રકાશિત કરતી સામગ્રીની વિશાળ શ્રેણી શેર કરી

June 01st, 10:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમો એપ પર પ્રકાશિત ગરીબ કલ્યાણના 9 વર્ષને પ્રકાશિત કરતી સામગ્રીની વિશાળ શ્રેણી શેર કરી છે.

નમો એપ અભિયાન સાથે અમૃત મહોત્સવની ઉજવણી.

August 16th, 08:00 am

આપણે આઝાદીના 75માં વર્ષમાં પગલું ભરીએ ત્યારે ચાલો આપણે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ. #NaMoAppAbhiyaan માં જોડાઓ અને તમારો સમર્થન આપો.