પ્રધાનમંત્રીએ બ્રહ્મપુત્રા નદી હેઠળ HDD પદ્ધતિ દ્વારા 24-ઇંચ વ્યાસની કુદરતી ગેસ પાઇપલાઇનના નિર્માણ સાથે પૂર્વોત્તર ગેસ ગ્રીડ પ્રોજેક્ટમાં મુખ્ય સીમાચિહ્નની પ્રશંસા કરી
April 26th, 02:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુત્રા નદીની નીચે HDD પદ્ધતિથી 24 ઇંચ વ્યાસની કુદરતી ગેસ પાઇપલાઇનના નિર્માણ સાથે પૂર્વોત્તર ગેસ ગ્રીડ પ્રોજેક્ટમાં મુખ્ય સીમાચિહ્નની પ્રશંસા કરી છે.ગુવાહાટીમાં બિહુ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 06:00 pm
આજનું આ દ્રશ્ય, ટીવી પર નિહાળનારા હોય, અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત હોય જીવનમાં કયારેય ભૂલી શકશે નહી. આ અવિસ્મરણીય છે, અદ્દભૂત છે, અભૂતપૂર્વ છે, આ આસામ છે. આસમાનમાં ગૂંજતી ઢોલ, પેપા અરુ ગૉગોના તેની અવાજ આજે સમગ્ર હિન્દુસ્તાન સાંભળી રહ્યું છે. આસામના હજારો કલાકારોની આ મહેનત, આ પરિશ્રમ, આ તાલમેલ, આજે દેશ અને દુનિયા ભારે ગર્વની સાથે જોઇ રહી છે. એક તો પ્રસંગ એટલો મોટો છે, બીજું તમારો જુસ્સો અને તમારા લાગણી લાજવાબ છે. મને યાદ છે, જયારે હું વિધાનસભા ચૂંટણી વખતે અહીં આવ્યો હતો, તો કહ્યું હતુ કે, તે દિવસ દૂર નથી જયારે લોકો A થી આસામ બોલશે. આજે ખરેખર આસામ, A-ONE (એ-વન) પ્રદેશ બની રહ્યો છે. હુંઆસામના લોકોને, દેશના લોકોને બિહુની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં રૂ. 10,900 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું
April 14th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં 10,900 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુઆલકુચીને જોડતા પુલનો શિલાન્યાસ, શિવસાગરમાં રંગ ઘરનાં બ્યુટિફિકેશન માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ, નામરૂપમાં 500 ટીપીડી મેન્થોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને પાંચ રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 10,000થી વધારે બિહુ નૃત્યકારો દ્વારા આયોજિત રંગારંગ બિહુ કાર્યક્રમના પણ સાક્ષી બન્યા હતા.વિશ્વ શાંતિ માટે ક્રૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 03rd, 07:48 pm
કૃષ્ણગુરુ સેવાશ્રમ સાથે સંકળાયેલા આપ તમામ સંતો મનીષીઓ તથા ભક્તોને મારા સાદર પ્રણામ. કૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તનનું આ આયોજન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. મને આનંદ છે કે જ્ઞાન, સેવા અને માનવતાની જે પ્રાચીન ભારતીય પરંપરાને કૃષ્ણગુરુજીએ આગળ ધપાવી તે આજે પણ સતત ગતિમાન છે. ગુરુકૃષ્ણ પ્રેમાંનદ પ્રભુ જી અને તેમના સહયોગના આશીર્વાદ તથા કૃષ્ણગુરુના ભક્તોના પ્રયાસથી આ આયોજનમાં એ દિવ્યતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મારી ઇચ્છા હતી કે આ પ્રસંગે હું આસામ આવીને આપ સૌની સાથે આ કાર્યક્રમમાં સામેલ થઈ જાઉં. મેં કૃષ્ણગુરુજીના પાવન તપોસ્થળી પર આવવાનો અગાઉ પણ ઘણો પ્રયાસ કર્યો છે. પરંતુ કદાચ મારા પ્રયાસોમાં કોઇક કમી રહી ગઈ કે હું ઇચ્છતો હતો તેમ છતાં અત્યાર સુધી આવી શક્યો નહીં. મારા મનોકામના છે કે કૃષ્ણગુરુના આશીર્વાદ મને એ અવસર આપે કે આવનારા સમયમાં ત્યાં આવીને હું આપ સૌને નમન કરું, આપ સૌના દર્શન કરું.પ્રધાનમંત્રીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનને સંબોધન કર્યું
February 03rd, 04:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આસામનાં બારપેટામાં કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસને સંબોધન કર્યું હતું. કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસ એક મહિના સુધી ચાલનારું કીર્તન છે, જેનું આયોજન 6 જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે કરવામાં આવ્યું છે.ભારતના સૌથી લાંબા બ્રિજનું આસામમાં ઉદ્ઘાટન કરશે PM
May 25th, 06:41 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા બ્રિજ ઢોલા-સાદિયા પુલનું આસામમાં ઉદ્ઘાટન કરશે. આ દુરના તેમજ પછાત વિસ્તારો જ્યાં ખરાબ માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને કાર્યક્ષમ રોડ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ બ્રીજ ઉપરી આસામના બ્રહ્મપુત્રાના ઉત્તરી ભાગ તેમજ અરુણાચલ પ્રદેશના સમગ્ર આર્થિક વિકાસને પણ ખુબ મહત્ત્વનું પ્રોત્સાહન આપશે.સોશિયલ મીડિયા કોર્નર 31 માર્ચ, 2017
March 31st, 06:23 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ નમામી બ્રહ્મપુત્રા મહોત્સવ માટે તેમની શુભકામના પાઠવી
March 31st, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમામી બ્રહ્મપુત્રા મહોત્સવ માટે તેમની હાર્દિક શુભકામના પાઠવી હતી.