નાગાલેન્ડના રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
August 29th, 12:41 pm
નાગાલેન્ડના રાજ્યપાલ શ્રી લા ગણેશને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી નાગાલેન્ડના મુખ્યમંત્રીને મળ્યા
August 09th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો સાથે મુલાકાત કરી.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.નાગાલેન્ડના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 19th, 02:17 pm
નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ નાગાલેન્ડ રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
December 01st, 10:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.લોકસભામાં 10 ઓગસ્ટ, 2023નાં રોજ અવિશ્વાસનાં પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીના જવાબનો મૂળપાઠ
August 10th, 04:30 pm
છેલ્લા ત્રણ દિવસથી અનેક વરિષ્ઠ મહાનુભાવ આદરણીય સભ્યોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. લગભગ તમામ સભ્યોના વિચાર મારા સુધી વિગતવાર પહોંચ્યા પણ છે. મેં પોતે પણ કેટલાંક ભાષણો સાંભળ્યાં છે. આદરણીય અધ્યક્ષજી, દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ હું આજે દેશના કોટિ-કોટિ નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. અને અધ્યક્ષજી કહે છે એમ ઈશ્વર બહુ દયાળુ છે અને જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે એ કોઈને કોઈ માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે, કોઈને કોઈને માધ્યમ બનાવે છે. હું આને ઈશ્વરનાં આશીર્વાદ માનું છું કે ઈશ્વરે વિપક્ષને સૂચન કર્યું અને તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષ 2018માં પણ ઈશ્વરનો જ આદેશ હતો અને એ સમયે વિપક્ષમાં મારા સાથીદારોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, મેં એ દિવસે કહ્યું હતું. પરંતુ આ તેમનો જ ફ્લોર ટેસ્ટ છે, એ પણ મેં એ દિવસે કહ્યું હતું. અને જ્યારે મતદાન થયું ત્યારે એવું જ થયું. એ સમયે વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેમને મળ્યાં નહોતાં. એટલું જ નહીં જ્યારે અમે બધા જનતા પાસે ગયા ત્યારે જનતાએ પણ પૂરી તાકાત સાથ તેમના માટે નો કોન્ફિડન્સ જાહેર કરી દીધો. અને ચૂંટણીમાં એનડીએને વધારે બેઠકો પણ મળી અને ભાજપને પણ. એટલે એક રીતે વિપક્ષનો અપ્રસ્તાવનો ઠરાવ અમારા માટે શુભ હોય છે અને હું આજે જોઈ રહ્યો છું કે તમે નક્કી કરી લીધું છે કે એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે જનતાનાં આશીર્વાદ સાથે પરત ફરશે.પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો
August 10th, 04:00 pm
ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સરકારમાં વિશ્વાસ વારંવાર વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે ટિપ્પણીને યાદ કરતા કહ્યું હતું કે આ સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ 2018માં જ્યારે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તેને ગૃહમાં રજૂ કરનારા લોકો માટે છે. જ્યારે આપણે 2019માં ચૂંટણી માટે ગયા હતા, ત્યારે લોકોએ ખૂબ જ તાકાતથી તેમનામાં અવિશ્વાસની ઘોષણા કરી હતી, એમ પ્રધાનમંત્રીએ કહીને એનડીએ અને ભાજપ બંનેએ વધુ બેઠકો જીતી હતી તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એક રીતે કહ્યું કે, વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર માટે લકી છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે એનડીએ અને ભાજપ તમામ રેકોર્ડ તોડીને 2024માં જનતાના આશીર્વાદથી વિજયી થશે.રાજ્યસભામાં નાગાલેન્ડના પ્રથમ મહિલા સભ્ય, સુશ્રી એસ. ફાંગનોન કોન્યાકે ગૃહની અધ્યક્ષતા કરી હોવાથી પ્રધાનમંત્રી શ્રીએ ખુશી વ્યક્ત કરી
July 25th, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે રાજ્યસભાના અધ્યક્ષ, જગદીપ ધનખર દ્વારા ઉપસભાપતિઓની પેનલમાં નામાંકિત થયા બાદ, રાજ્યસભામાં નાગાલેન્ડના પ્રથમ મહિલા સભ્ય, સુશ્રી એસ. ફાંગનોન કોન્યાકે, ગૃહની અધ્યક્ષતા કરતા તે અંગે ખુશી વ્યક્ત કરી છે.નાગાલેન્ડની સમૃદ્ધ કાર્બનિક પેદાશો ખરેખર આનંદની વાત છે: પ્રધાનમંત્રી
June 12th, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નાગાલેન્ડની સમૃદ્ધ જૈવિક પેદાશો પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેના સુમેળનો પુરાવો છે.આસામના પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને ધ્વજવંદન કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 29th, 12:22 pm
આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા જી, મુખ્યમંત્રી ભાઈ હિમંતા બિસ્વા સરમાજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, રામેશ્વર તેલીજી, નિશીથ પ્રામાણિકજી, જોન બાર્લાજી, અન્ય તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ગુવાહાટીથી ન્યૂ જલપાઇગુડીને જોડતી આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી
May 29th, 12:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડી ગુવાહાટી સાથે જોડશે અને બંને સ્ટેશવો વચ્ચેની મુસાફરીમાં 5 કલાક 30 મિનિટનો સમય લાગશે. પ્રધાનમંત્રીએ નવા ઇલેક્ટ્રોફાઇડ સેક્શનના 182 કિલોમીટરના રૂટનું પણ લોકાર્પણ કર્યું હતું અને આસામના લુમડિંગ ખાતે નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના તુએનસાંગમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કરવામાં આવેલા કામની પ્રશંસા કરી
April 17th, 10:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના તુએનસાંગમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના વાનસોઈ ગામના લોકોનું અભિવાદન કર્યું
April 15th, 10:16 am
એક ટ્વીટમાં રાજ્યસભાના સાંસદ શ્રીમતી એસ. ફાંગનોન કોન્યાકે માહિતી આપી હતી કે વાનસોઈની મહિલાઓને પ્રથમ વખત મોરુંગમાં પ્રવેશવાની અને લોગડ્રમ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીની પરંપરામાં તેણે ક્યારેય મહિલાઓને મોરંગની અંદર પગ મૂકવાની મંજૂરી આપી નથી.આસામ હાઈકૉર્ટની પ્લેટિનમ જ્યુબિલી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 14th, 03:00 pm
આજે ગુવાહાટી હાઈકૉર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં સામેલ થવાનો અને તમારી વચ્ચે રહીને આ યાદગાર ક્ષણનો ભાગ બનવાનો મને આનંદ છે. ગુવાહાટી હાઈકૉર્ટની 75 વર્ષની આ યાત્રા એવા સમયે પૂર્ણ થઈ છે જ્યારે દેશે પણ પોતાની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. આપણા માટે આ અત્યાર સુધીના અનુભવોને સંગ્રહિત કરવાનો પણ સમય છે અને તે નવાં લક્ષ્યો અને જરૂરી ફેરફારો માટે જવાબદારીનો એક મહત્વપૂર્ણ તબક્કો પણ છે. ખાસ કરીને, ગુવાહાટી હાઈકૉર્ટનો પોતાનો એક અલગ વારસો રહ્યો છે, તેની પોતાની એક ઓળખ રહી છે. એક એવી હાઈકૉર્ટ છે, જેનું કાર્યક્ષેત્ર સૌથી મોટું છે. આસામની સાથે સાથે તમે અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ એટલે કે વધુ 3 રાજ્યોની સેવાની જવાબદારી પણ નિભાવો છો. 2013 સુધી તો ઉત્તર પૂર્વનાં 7 રાજ્યો ગુવાહાટી હાઈકૉર્ટનાં અધિકારક્ષેત્રમાં આવતાં હતાં. તેથી, ગુવાહાટી હાઈકૉર્ટની 75 વર્ષની આ યાત્રામાં સમગ્ર પૂર્વોત્તરનો ભૂતકાળ જોડાયેલો છે, લોકતાંત્રિક વારસો જોડાયેલો છે. આ અવસર પર, હું આસામ અને પૂર્વોત્તરના તમામ લોકોને અને ખાસ કરીને અહીંના અનુભવી કાયદાકીય સમુદાયને મારી શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ આસામના ગુવાહાટીમાં શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે ગુવાહાટી હાઇકોર્ટની હીરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું
April 14th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં આવેલા શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે ગુવાહાટી હાઇકોર્ટની હીરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આસામ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન ‘આસામ કોપ’ પણ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સિસ્ટમ (CCTNS) અને VAHAN રાષ્ટ્રીય રજિસ્ટરના ડેટાબેઝમાંથી આરોપીઓ તેમજ વાહનો શોધવાની સુવિધા પૂરી પાડશે.પ્રધાનમંત્રી 14મી એપ્રિલે આસામની મુલાકાત લેશે
April 12th, 09:45 am
બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી એઈમ્સ ગુવાહાટી પહોંચશે અને તેના નવા બનેલા કેમ્પસનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ એક જાહેર સમારંભમાં, તેઓ AIIMS ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ (AAHII) નો શિલાન્યાસ પણ કરશે અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડ્સનું વિતરણ કરીને ‘આપકે દ્વાર આયુષ્માન’ અભિયાનની શરૂઆત કરશે.નાગા સંસ્કૃતિ જીવંતતા, બહાદુરી અને પ્રકૃતિ પ્રત્યે આદરનો પર્યાય છેઃ પ્રધાનમંત્રી
April 06th, 11:24 am
નાગાલેન્ડ સરકારમાં PHED અને સહકાર મંત્રી શ્રી જેકબ ઝિમોમીના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જી-20 કાર્યક્રમમાંના એક કાર્યક્રમ દરમિયાન અદભૂત નાગા સંસ્કૃતિના પ્રદર્શન પર એક સારો મણકો. નાગા સંસ્કૃતિ પ્રકૃતિ પ્રત્યે આદર ધરાવતી જીવંતતા, બહાદુરી અને વીરતાની સમાનાર્થી છે.'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી
March 26th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.એક સમયે નાકાબંધી અને હિંસા માટે જાણીતો, ઉત્તરપૂર્વીય પ્રદેશ હવે તેના વિકાસના પગલા માટે જાણીતો છે: પ્રધાનમંત્રી
March 26th, 10:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા પૂર્વોત્તર વિસ્તાર નાકાબંધી અને હિંસા માટે જાણીતો હતો, હવે આ પ્રદેશ તેના વિકાસની ગતિ અને સર્વાંગી વિકાસ માટે જાણીતો છે.