મિઝોરમનાં આઈઝોલમાં ટુઈરિયલ જળવિદ્યુત પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
December 16th, 10:54 am
મને પ્રધાનમંત્રી તરીકે પહેલી વખત મિઝોરમ આવવાની તક સાંપડી છે. આપણે ઉત્તરપૂર્વનાં રાજ્યોને Eight Sisters કહીએ છીએ. તેમાં આ જ એક રાજ્ય હતું, જ્યાં હું પ્રધાનમંત્રી તરીકે હજુ સુધી આવ્યો નહોતો. એટલે સૌપ્રથમ હું તમારી ક્ષમા માંગું છું. જોકે પ્રધાનમંત્રી બન્યો એ અગાઉ મારે મિઝોરમ આવવાજવાનું થતું હતું. હું અહીંનાં શાંત-સુંદર વાતાવરણ સાથે સારી રીતે પરિચિત છું. અહીંનાં મિલનસાર લોકો વચ્ચે મેં બહુ સારો સમય પસાર કર્યો છે. જ્યારે આજે હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે એ જૂની યાદો તાજી થઈ જાય એ સ્વાભાવિક છે.વડાપ્રધાનની ઉત્તરપૂર્વની મૂલાકાત માટે તમારા વિચારો અને સૂચનોનું પ્રદાન કરો
December 12th, 09:39 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ડિસેમ્બરે ઉત્તરપૂર્વની મૂલાકાત લેશે. મિઝોરમમાં તેઓ તુરીયલ હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને માય ડોનર એપ શરુ કરશે. મેઘાલયમાં, તેઓ શિલોંગ-નોંગસ્ટોઇન-તુરા રોડનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. તો, જો તમારી પાસે કોઈ સૂચન કે વિચારો હોય તો તેને નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં જરૂરથી શેર કરશો. વડાપ્રધાન તેમાંથી કેટલાક સૂચનોનો તેમના સંબોધનમાં ઉપયોગ કરી શકે છે.