LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના વેલેડિક્ટરી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 17th, 12:07 pm
આપ સૌ યુવા સાથીઓને ફાઉન્ડેશન અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે હોળીનો તહેવાર છે. હું તમામ દેશવાસીઓને, આપ સૌને, એકેડમીના લોકોને તથા આપના પરિવારજનોને હોળીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને આનંદ છે કે આજે તમારી એકેડમી દ્વારા, સરદાર વલ્લભભાઈ પટેલ જી, લાલ બહાદુર શાસ્ત્રી જીને સમર્પિત પોસ્ટલ સર્ટિફિકેટ પણ જારી કરવામાં આવ્યા છે.LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું
March 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું અને સુધારેલા હેપ્પી વેલી કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.“આરંભ- 2020” પ્રસંગે નાગરિક સેવાઓના પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 12:01 pm
સાથીઓ, એક વર્ષ પહેલાં જે સ્થિતિ હતી અને આજે જે સ્થિતિ છે તેમાં ઘણો ફર્ક છે. મને વિશ્વાસ છે કે સંકટના આ સમયમાં દેશે જે રીતે કામ કર્યું છે, દેશની વ્યવસ્થાઓએ જે રીતે કામ કર્યું છે તેમાંથી તમે પણ ઘણું બધુ શિખ્યા હશો. તમે જો માત્ર જોયું જ નહીં હોય, નિરીક્ષણ પણ કર્યું હશે તો તમને પણ ઘણું બધુ આત્મસાત કરવા જેવું લાગ્યું હશે. કોરોના સાથેની લડાઈ માટે એવી ચીજો, કે જેના માટે દેશ બીજા દેશો ઉપર આધાર રાખતો હતો. આજે ભારતા તેમાંથી ઘણી બધી ચીજોની નિકાસ કરવાની સ્થિતિમાં આવી ગયું છે. સંકલ્પની સિધ્ધિનું આ એક ખૂબ જ શાનદાર ઉદાહરણ છે.પ્રધાનમંત્રીએ એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ “આરંભ”ના બીજા સંસ્કરણ દરમિયાન ભારતીય જાહેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો
October 31st, 12:00 pm
પ્રધાનમંત્રીએ આજે ગુજરાતમાં કેવડિયા ખાતેથી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી LBSNAA મસૂરી ખાતે ભારતીય જાહેર સેવાઓના તાલીમાર્થી અધિકારીઓ (OTs) સાથે વાર્તાલાપ કર્યો હતો. 2019માં પ્રથમ વખત શરૂ થયેલા એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ AARAMBHના બીજા સંસ્કરણના ભાગરૂપે આ વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીએ સહાયક સચિવો (2017 બેચના આઇએએસ અધિકારીઓ)ના પ્રારંભિક સત્રને સંબોધન કર્યું
July 02nd, 06:57 pm
પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ષ 2017ની બેચનાં લગભગ 160 યુવાન આઈએએસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ અધિકારીઓની તાજેતરમાં ભારત સરકારમાં સહાયક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.LBSNAA, મસૂરીના 92મા ફાઉન્ડેશન કોર્સના ઓફિસર ટ્રેઈનીઝ સાથે પોતાની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાને સંબોધન કર્યું
October 27th, 05:16 pm
vdapવડાપ્રધાન મોદીએ તેમની મુલાકાતના બીજા દિવસે LBSNAA, મસૂરી ખાતે 92મા ફાઉન્ડેશન કોર્સના 360 થી પણ વધારે ઓફિસર ટ્રેઈનીઝને સંબોધન કર્યું હતું. ઓફિસર ટ્રેઈનીઝને સંબોધન કરતા, વડાપ્રધાને નીતિગત પહેલના સફળ અમલીકરણ માટે જન ભાગીદારીના મહત્ત્વ પર ભાર મુક્યો હતો.LBSNAA મસૂરીની 2 દિવસની મુલાકાતે વડાપ્રધાન, 92માં ફાઉન્ડેશન કોર્સના ઓફિસર ટ્રેઈનીઝ સાથે ચર્ચા વિચારણા કરી
October 26th, 08:16 pm
મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 92મા ફાઉન્ડેશન કોર્સના 360 ઓફિસર ટ્રેઈનીઝ ને મળીને વડાપ્રધાન મોદીએ ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા સમક્ષ વિવિધ વિષયો જેવા કે, વહીવટ, શાસન, ટેક્નોલોજી અને નીતિ નિર્ધારણ આવ્યા હતા. તેમણે તેમને એક રાષ્ટ્રીય દ્રષ્ટિ વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.