પ્રધાનમંત્રીએ ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 30th, 09:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે ડો. મુખર્જી બહુમુખી વ્યક્તિત્વ હતા અને સંગીત અને કવિતા પ્રત્યે પણ જુસ્સાદાર હતા.

ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

November 22nd, 03:02 am

આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

November 22nd, 03:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.

The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું

November 21st, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષોની યાદી : પ્રધાનમંત્રીની ગુયાનાની સત્તાવાર મુલાકાત (19-21 નવેમ્બર, 2024)

November 20th, 09:55 pm

આ વિષય પર સહકારમાં ક્રૂડનું સોર્સિંગ, કુદરતી ગેસમાં જોડાણ, માળખાગત સુવિધાનો વિકાસ, ક્ષમતા નિર્માણ અને સંપૂર્ણ હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં કુશળતાની વહેંચણી સામેલ છે.

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 06th, 07:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શારદા સિંહાના મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા કેટલાક દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે તેની નોંધ કરતાં શ્રી મોદીએ કહ્યું કે તેમના આસ્થાના મહાન તહેવાર છઠ સાથે જોડાયેલા તેમના મધુર ગીતો હંમેશા યાદ રાખવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના દ્વારા લખાયેલો ગરબો ‘આવતી કળાય માડી આવતી કળાય’ શેર કર્યો

October 07th, 10:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દેવી દુર્ગાની સ્તુતિ રૂપે લખાયેલા 'આવતી કળાય માડી આવતી કળાય' નામના ગરબો શેર કર્યો.

'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી

September 29th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.

પ્રધાનમંત્રીએ ઉસ્તાદ ઝાકીર હુસૈન અને અન્યોને ગ્રેમીઝમાં ‘શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત’ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા

February 05th, 02:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા, શંકર મહાદેવન, સેલ્વાગનેશ પાંચમા અને ગણેશ રાજગોપાલનને આજે 'શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત' માટે ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારત-ઓમાનના સંયુક્ત સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી

January 30th, 10:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનમાં ભારતીય દૂતાવાસ ખાતે એમ્બેસી રિસેપ્શનમાં રજૂ કરાયેલા ગણતંત્ર દિવસના સંયુક્ત ભારત-ઓમાન સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

What PM Modi has to say about the role of teachers in shaping students’ lives

January 29th, 05:38 pm

Prime Minister Narendra Modi addressed and interacted with students during the Pariskha pe Charcha, 2024. He spoke about the power of music, especially in students' lives, and how a school's music teacher has the unique ability to ease the stress of every student.

પ્રધાનમંત્રીએ ઇજિપ્તની યુવતી દ્વારા દેશભક્તિના ગીતની રજૂઆતની પ્રશંસા કરી

January 29th, 05:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની યુવતી કરીમન દ્વારા 75મા #પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિના ગીત દેશ રંગીલાની રજૂઆતને બિરદાવી હતી.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી

January 23rd, 06:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7 લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો.

પ્રધાનમંત્રીએ રામાયણના ભાવનાત્મક સબરી એપિસોડ પર મૈથિલી ઠાકુરે ગાયેલું ગીત શેર કર્યું

January 20th, 09:22 am

શ્રી મોદીએ કહ્યું કે અયોધ્યામાં અભિષેકનો પ્રસંગ દરેકને ભગવાન શ્રી રામના જીવન અને આદર્શો સાથે સંબંધિત વિવિધ સંદર્ભોની યાદ અપાવે છે.

પ્રધાનમંત્રીએ ગયાનાથી શ્રી રામ ભજન શેર કર્યા

January 19th, 01:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગયાનાથી શ્રી રામ ભજન શેર કર્યું.

પ્રધાનમંત્રીએ સુરેશ વાડેકરનું ભક્તિ ગીત શેર કર્યું

January 19th, 09:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરેશ વાડેકર અને આર્ય અંબેકર દ્વારા રજૂ કરાયેલું એક ભક્તિ ગીત શેર કર્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દેશ રામ ભક્તિની ભાવનામાં તરબોળ છે.

ડૉ. એમ. બાલામુરલીક્રિષ્ના દ્વારા શાસ્ત્રીય કર્ણાટકી ગીત પાલુકે બંગારામાયેના પ્રસ્તુતિ પીએમએ પોસ્ટ કરી

January 15th, 09:29 am

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એમ. બાલામુરલિક્રિષ્ના દ્વારા શાસ્ત્રીય કર્ણાટકી ગીત પાલુકે બંગારામાયેનાની પ્રસ્તુતિ શેર કરી છે.

પ્રધાનમંત્રીએ મહાન કવિ અરુણાચલ કવિરાયરના રામા નાટકમના ગીતનીં પ્રસ્તુતિ પોસ્ટ કરી

January 14th, 11:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક અશ્વથ નારાયણ દ્વારા રજૂ કરાયેલા મહાન કવિ અરુણાચલ કવિરાયરના રામ નાટકમના ગીતની પ્રસ્તુતિ શેર કરી છે.

પ્રધાનમંત્રીએ ઓસ્માન મીર દ્વારા ગાયેલું ભક્તિ ભજન “શ્રી રામજી પધારે” શેર કર્યું

January 10th, 09:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્માન મીર દ્વારા ગાયેલું, સંગીત ઓમ દવે અને ગૌરાંગ પાલાએ કંપોઝ કરેલું ભક્તિ ભજન “શ્રી રામજી પધારે” શેર કર્યું છે.