Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad

May 10th, 04:00 pm

Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.

PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana

May 10th, 03:30 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.

ગુજરાતના અમદાવાદમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:00 am

વિકસિત ભારત માટે કરવામાં આવી રહેલી નવીનતા સતત વિસ્તરી રહી છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. જો હું વર્ષ 2024ની જ વાત કરું તો 2024 એટલે કે 2024ને માંડ માંડ 75 દિવસ થયા છે, આ અંદાજિત 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. અને જો હું છેલ્લા 10-12 દિવસની વાત કરું તો માત્ર છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આજે પણ વિકસિત ભારતની દિશામાં દેશે એક મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં હવે રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા

March 12th, 09:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતે રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને પેટ્રોકેમિકલ્સ સહિતના અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી.

Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Modi

February 28th, 10:00 am

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth more than Rs 17,300 crores in Thoothukudi, Tamil Nadu. He reiterated the journey of Viksit Bharat and the role of Tamil Nadu in it. He recalled his visit 2 years ago when he flagged off many projects for the expansion of the Chidambaranar Port capacity and his promise of making it into a major hub of shipping.

પ્રધાનમંત્રીએ તામિલનાડુનાં થુથુકુડીમાં રૂ. 17,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો અને દેશને સમર્પિત કર્યા

February 28th, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુનાં થુથુકુડીમાં રૂ. 17,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરગાહ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હરિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજનો પણ શુભારંભ કરાવ્યો હતો. તેમણે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પર્યટક સુવિધાઓ સમર્પિત કરી હતી. તેમણે વાંચી મનિયાચ્ચી-નાગરકોઇલ રેલવે લાઇનને બમણી કરવા માટેનાં રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં, જેમાં વાંચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરલવામાઇમોલી સેક્શન સામેલ છે. પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

ભારતના 1લા પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરના ઉદ્ઘાટન અને નમો ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 20th, 04:35 pm

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી ભાઈ યોગી આદિત્યનાથ જી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો હરદીપ સિંહ પુરી જી, વી.કે. સિંહજી, કૌશલ કિશોરજી, અન્ય તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત વરિષ્ઠ લોકો મહાનુભાવો અને મારા પરિવારના સભ્યો.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ કરાવ્યો

October 20th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી નમો ભારત રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી, જેનાં પરિણામે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થયો હતો. શ્રી મોદીએ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 17th, 11:10 am

ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું

October 17th, 10:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

તેલંગાણાના મહબૂબનગરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

October 01st, 02:43 pm

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરારાજન જી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી જી. કિશન રેડ્ડી જી, સંસદમાં મારા સાથી શ્રી સંજય કુમાર બંડી જી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

October 01st, 02:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. વિકાસ યોજનાઓમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે એક ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 24th, 03:53 pm

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ રાજ્યોના રાજ્યપાલો, વિવિધ રાજ્યોમાં ઉપસ્થિત સાથી મુખ્યમંત્રીઓ, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, રાજ્યોના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પરિવારના સભ્યો,

પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની નવ ટ્રેનોને લીલી ઝંડી આપી

September 24th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ નવી વંદે ભારત ટ્રેનો દેશભરમાં કનેક્ટિવિટી સુધારવા અને રેલવે મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. જે નવી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી તે આ મુજબ છેઃ

યશોભૂમિ રાષ્ટ્રને સમર્પિત કરવા અને પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

September 17th, 06:08 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા બધા સાથીદારો, દેશના ખૂણે ખૂણેથી અહીં આ ભવ્ય ભવનમાં પધારેલાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો, દેશનાં 70થી વધુ શહેરોમાંથી જોડાયેલા મારા બધા સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા પરિવારજનો.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર – 'યશોભૂમિ'નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કર્યો

September 17th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દ્વારકા ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર – 'યશોભૂમિ'નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કર્યો હતો. 'યશોભૂમિ'માં ભવ્ય કન્વેન્શન સેન્ટર, મલ્ટીપલ એક્ઝિબિશન હોલ અને અન્ય સુવિધાઓ છે. તેમણે વિશ્વકર્મા જયંતિના પ્રસંગે પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે 'પીએમ વિશ્વકર્મા યોજના' પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી વિશ્વકર્માનો લોગો, ટેગલાઇન અને પોર્ટલ પણ લોંચ કર્યા હતા. તેમણે આ પ્રસંગે કસ્ટમાઇઝ્ડ સ્ટેમ્પશીટ, ટૂલ કિટ ઇ-બુકલેટ અને વીડિયો પણ બહાર પાડ્યા હતા. પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીઓને વિશ્વકર્મા પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિકસિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી સિત્તવે પોર્ટ મ્યાનમાર સુધીના જહાજના ઉદઘાટનની પ્રશંસા કરી

May 05th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિકસિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી સિત્તવે પોર્ટ મ્યાનમાર સુધીના જહાજના ઉદઘાટનની પ્રશંસા કરી છે.

તિરુવનંતપુરમમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 25th, 11:50 am

કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેરળ સરકારના મંત્રીઓ, સ્થાનિક સાંસદ શ્રી શશિ થરૂર, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા કેરળના ભાઈઓ અને બહેનો, મલયાલમ નવું વર્ષ થોડા દિવસો પહેલા શરૂ થયું છે. તમે વિશુ પર્વની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી છે. હું ફરી એકવાર આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું. હું ખૂબ જ ખુશ છું કે આનંદના આ વાતાવરણમાં મને કેરળના વિકાસની ઉજવણીમાં સામેલ થવાની તક મળી છે. આજે કેરળને તેની પ્રથમ વંદે ભારત ટ્રેન મળી. આજે કોચીને વોટર મેટ્રોની નવી ભેટ મળી છે, રેલવેને લગતા અનેક પ્રોજેક્ટ મળ્યા છે. કનેક્ટિવિટી સાથે, આજે કેરળના વિકાસ સાથે સંબંધિત વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વિકાસની આ તમામ યોજનાઓ માટે કેરળના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ કેરળનાં તિરુવનંતપુરમ્‌નાં સેન્ટ્રલ સ્ટેડિયમમાં રૂ. 3200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી

April 25th, 11:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળનાં તિરુવનંતપુરમ્‌ સ્થિત સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં કોચી વૉટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ, વિવિધ રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્ક સામેલ છે. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ તિરુવનંતપુરમ્‌ અને કાસરગોડ વચ્ચે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.

હૈદરાબાદમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 08th, 12:30 pm

હું મહાન ક્રાંતિકારીઓની ધરતી તેલંગાણાને શત્‌-શત્‌ પ્રણામ કરું છું. આજે મને ફરીથી તેલંગાણાના વિકાસને વધુ વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા સમય પહેલા જ તેલંગાણા-આંધ્ર પ્રદેશને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ આધુનિક ટ્રેન હવે ભાગ્યલક્ષ્મી મંદિરનાં શહેરને ભગવાન શ્રી વેંકટેશ્વર ધામ તિરુપતિ સાથે જોડશે. એટલે કે એક રીતે આ વંદે ભારત એક્સપ્રેસ આસ્થા, આધુનિકતા, ટેક્નૉલોજી અને પર્યટનને જોડવા જઈ રહી છે. આ સાથે આજે અહીં 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તેલંગાણાની રેલ અને રોડ કનેક્ટિવિટી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ છે, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ છે. હું વિકાસની આ તમામ યોજનાઓ માટે તમને, તેલંગાણાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.