પ્રધાનમંત્રીની અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ, લેખક અને વિજ્ઞાન કોમ્યુનિકેટર શ્રી નીલ ડી ગ્રાસે ટાયસન સાથે મુલાકાત

June 21st, 08:30 am

પ્રધાનમંત્રી અને શ્રી ટાયસને યુવાનોમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. તેઓએ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ અવકાશ સંશોધન મિશન સહિત અવકાશ ક્ષેત્રે ભારતની ઝડપી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.