મંત્રીમંડળે બિહારમાં દીઘા અને સોનપુરને જોડતો ગંગા નદી પર નવો 4.56 કિલોમીટર લાંબો, 6 લેનનો પુલ બનાવવા માટે મંજૂરી આપી
December 27th, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે ઇપીસી મોડ પર બિહાર રાજ્યમાં પટણા અને સારણ (એનએચ-139ડબલ્યુ) જિલ્લાઓમાં ગંગા નદી પર નવા 4556 મીટર લાંબા, 6-લેન હાઇ લેવલ/એક્સ્ટ્રા ડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજ (હાલની દિઘા-સોનેપુર રેલ-કમ રોડ બ્રિજની પશ્ચિમ બાજુની સમાંતર) અને બંને બાજુએ તેના અભિગમોના નિર્માણ માટે મંજૂરી આપી છે.પ્રધાનમંત્રીએ બિહારના મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિને શોક વ્યક્ત કર્યો
December 24th, 09:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 04:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો
November 01st, 03:54 pm
પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”એક તરફ, એનડીએ લોકશાહી માટે કટિબદ્ધ છે, તો બીજી તરફ ‘પરિવાર તંત્ર ગઠબંધન’ છેઃ પ્રધાનમંત્રી
November 01st, 03:25 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમસ્તીપુરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ બિહારમાં ખેડૂતો માટે 1000 ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે આપણા ખેડૂતો માટે કૃષિલક્ષી માળખાગત સુવિધા ઊભી કરવા રૂ. 1 લાખ કરોડનું ફંડ ઊભું કર્યું છે.”જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતાઃ પ્રધાનમંત્રી
November 01st, 02:55 pm
પ્રધાનમંત્રી મોદીએ મોતિહારીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેની સભામાં જનતાને “જંગલરાજ”ના પુનરાગમન સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યમાં કોંગ્રેસ-રાજદ ગઠબંધન સત્તામાં આવશે, તો જંગલરાજનું પુનરાગમન થશે. તેમણે ઉમેર્યું હતું કે, જંગલરાજે બિહારની ઓળખ સમાન તમામ ઉદ્યોગો અને ખાંડની મિલોને તાળાં મરાવી દીધા હતા.Inauguration of Motihari-Amlekhganj (Nepal) pipeline by PM and PM Oli of Nepal
September 10th, 12:10 pm
Prime Minister Narendra Modi inaugurated Asia’s first cross-border petroleum pipeline with his Nepali counterpart Prime Minister KP Sharma Oli through video conferencing. This pipeline, called the Motihari-Amlekhganj pipeline runs from Motihari in the Indian state of Bihar to Amlekhganj in Nepal. This pipeline is one of its kind in South Asia as it is the first time a petroleum pipeline running across neighbouring countries has been launched. On this occasion, PM Modi said, “I am glad that Indo-Nepal cooperation is extending across all areas. The launch of this pipeline as a first in South Asia is very satisfying and reaffirms our commitment to expand our relations with our neighbours even more.”નેપાળનાં પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-નેપાળનું સંયુક્ત નિવેદન (07 એપ્રિલ, 2018)
April 07th, 12:29 pm
નેપાળનાં પ્રધાનમંત્રી રાઇટ ઑનરેબલ શ્રી કે પી શર્મા ઓલી ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણનો સ્વીકાર કરીને 6 એપ્રિલથી 8 એપ્રિલ, 2018 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે.Development Will Free Bihar from All It’s Problems: PM Modi
October 27th, 12:43 pm