પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 12 મી બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહીને ભારતનું નેતૃત્વ કર્યું

November 17th, 04:00 pm

વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 17 નવેમ્બર 2020ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અધ્યક્ષતામાં યોજાયેલ 12મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારીનું નેતૃત્વ કર્યું હતું. સમિટની થીમ વૈશ્વિક સ્થિરતા, પારસ્પરિક સુરક્ષા અને વૃદ્ધિમાં નવીનતા હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા.