મંત્રીમંડળે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા, ગીચતા ઘટાડવા અને દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે કુલ રૂ. 50,655 કરોડનાં મૂડી ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતા 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી
August 02nd, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં રૂ. 50,655 કરોડનાં ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મંજૂરી આપી છે. આ 8 પ્રોજેક્ટ્સના અમલીકરણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 4.42 કરોડ માનવદિવસોની રોજગારીનું સર્જન થશે.