‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023

June 18th, 11:30 am

સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.

ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વ માટે કેસ અધ્યયન બની શકે છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

June 27th, 11:30 am

સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.

સંસદના ચોમાસુ સત્રના આરંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 14th, 09:58 am

એક લાંબા સમયના અંતરાલ પછી આજે આપ સૌના દર્શન થઇ રહ્યા છે. આપ સૌ કુશળ તો છો ને ? કોઈ સંકટ તો નથી આવ્યું ને તમારા પરિવારમાં પણ ? ચાલો ઈશ્વર તમને સલામત રાખે.

ઝારખંડનાં રાંચીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓનાં ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રી મોદીનાં ભાષણનો મૂળ પાઠ

September 12th, 12:20 pm

નવી સરકારની રચના થયા પછી જે થોડાં રાજ્યોમાં મને સૌપ્રથમ જવાની તક મળી એમાં ઝારખંડ પણ એક છે. આ જ પ્રભાત મેદાન, પ્રભાત તારા મેદાન, સવારનો સમય અને આપણે બધા યોગ કરી રહ્યાં હતાં. વરસાદ પણ આપણાં પર આશીર્વાદ વરસાવી રહ્યો હતો. જ્યારે આજે ફરી આ મેદાનમાં આવ્યો છું, ત્યારે અનેક જૂની યાદો તાજી થઈ ગઈ. આ જ મેદાનથી જ્યાંથી આયુષ્માન ભારત યોજના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.

પ્રધાનમંત્રીએ કિસાન માન ધન યોજના શરૂ કરી

September 12th, 12:11 pm

ખેડૂતોના જીવનને સુરક્ષિત બનાવવાના વધુ એક પ્રયત્નના ભાગરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડની રાજધાની રાંચી ખાતે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનાની શરૂઆત કરી હતી.

17મી લોકસભાપૂર્વે પ્રધાનમંત્રીનાં મીડિયા નિવેદનનો મૂળપાઠ

June 17th, 11:54 am

ચૂંટણી પછી નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. અનેક નવા સાથીઓનો પરિચય મેળવવાની એક અવસર છે અને જ્યારે નવા સાથી જોડાય છે, ત્યારે એમની સાથે નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવા સ્વપ્નો પણ જોડાય છે. ભારતનાં લોકતંત્રની વિશેષતાઓ શું છે?

17મી લોકસભા પહેલા પ્રધાનમંત્રીનું મીડિયા નિવેદન

June 17th, 11:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 17મી લોકસભાનાં પ્રથમ સત્ર અગાઉ તમામ સાંસદોને આવકાર આપ્યો હતો.

સંસદના ચોમાસુ સત્ર પૂર્વે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

July 18th, 11:11 am

સંસદના ચોમાસુ સત્ર શરુ થવા અગાઉ વડાપ્રધાન મોદીએ આજે જણાવ્યું હતું કે સમગ્ર સત્રનો ઉપયોગ મહત્ત્વની બાબતો અંગે ચર્ચા કરવામાં થશે. તેમણે આશા રાખી હતી કે આવનારા સત્રને ચર્ચાના ઉચ્ચ સ્તરે લઇ જવાશે અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓ માટે પ્રેરણારૂપ સ્ત્રોત નીવડશે.

GSTની મનોભાવના એટલે ‘ગ્રોઈંગ સ્ટ્રોંગર ટૂગેધર’: વડાપ્રધાન મોદી

July 17th, 10:40 am

સંસદના ચોમાસુ સત્રના પ્રારંભના સમયે મીડિયાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “GSTની મનોભાવના એટલે એકસાથે મળીને તાકાતવાન બનવું. મને આશા છે કે આ સત્રમાં GSTની મનોભાવના પ્રવર્તમાન બનશે.

સંસદના ચોમાસુ સત્ર અગાઉ મળેલી સર્વદલિય બેઠકમાં વડાપ્રધાન મોદીના નિવેદનના મુખ્ય અંશો

July 16th, 03:18 pm

સંસદના ચોમાસુ સત્ર અગાઉ મળેલી એક સર્વદલીય બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સરકારને ઐતિહાસિક આર્થિક સુધારાઓ જેવાકે બજેટ સત્રને આગળ લાવવું અને GSTને ટેકો આપવા બદલ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને તમામ પક્ષોને વિનંતી કરી હતી કે તેઓ સરકારને ભ્રષ્ટાચાર અને ગૌરક્ષાના નામે થતી કોમી હિંસા સામે લડવામાં મદદ કરે.