પ્રધાનમંત્રીએ ઇન્દોરમાં શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું, સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા
June 23rd, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (23 જૂન, 2018) રિમોટ દ્વારા રાજ્યનાં વિવિધ સ્થળો પર શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, શહેરી પાણી પૂરવઠા યોજનાઓ, શહેરોમાં ઘન કચરાનો નિકાલ, શહેરી સ્વચ્છતા, શહેરી પરિવહન અને શહેરી લેન્ડસ્કેપ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.મધ્ય પ્રદેશમાં મોહનપુરા સિંચાઈ યોજનાના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ, 23 જૂન, 2018
June 23rd, 02:04 pm
જૂન મહિનાની આ ભયાનક ગરમીમાં આપ સૌનું આટલી મોટી સંખ્યામાં અહિયાં આવવું મારા માટે, અમારા સૌ સાથીઓ માટે, એક ખૂબ મોટો આશીર્વાદ છે. તમારા આ સ્નેહની આગળ હું માથું નમાવીને નમન કરું છું. તમારી આ જ ઊર્જા, આ જ આશીર્વાદ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને તમારી સેવા કરવા માટે નિત્ય નુતન પ્રેરણા આપતા રહે છે.પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં :મોહનપુરા સિંચાઈ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી
June 23rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોહનપુરા પ્રોજેક્ટ રાષ્ટ્રનેસમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટથી રાજગઢ જિલ્લામાં ખેતીની જમીનનીસિંચાઈની જરૂરિયાત પૂર્ણ થશે. તેના દ્વારા આ વિસ્તારના લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ પીવાના પાણીની વિવિધ યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.