ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 09th, 10:15 am
ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
January 09th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.ઓડિશાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
December 23rd, 05:50 pm
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રી ઓડિશાની નવી સરકારના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં
June 12th, 09:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મોહન ચરણ માઝીને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી કનક વર્ધન સિંહ દેવ અને શ્રીમતી પ્રવતિ પરિદાને પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા પર શુભેચ્છાઓ પાઠવી.