પ્રધાનમંત્રીનું પેરિસમાં CEO ફોરમમાં સંબોધન
July 15th, 07:03 am
પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આ ઉદ્યોગ નેતાઓ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સ્વીકારી હતી. તેમણે રિન્યુએબલ, સ્ટાર્ટઅપ્સ, ફાર્મા, આઈટી, ડિજિટલ પેમેન્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની પ્રગતિ અને વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
July 15th, 01:47 am
હું સુંદર શહેર પેરિસમાં આ ઉષ્માસભર આવકાર માટે રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માનું છું. હું ફ્રાંસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવું છું. આ દિવસને વિશ્વમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોનું પ્રતીક માનવામાં આવે છે. આ મૂલ્યો આપણા બે લોકશાહી રાષ્ટ્રો વચ્ચેના સંબંધોનો પાયો પણ છે. આજે, હું આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગૌરવની લાગણી અનુભવું છું. મને ખુશી છે કે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય સેનાઓની ટુકડીઓએ આ પ્રસંગે કૃપા અને ગરિમા ઉમેરવા માટે ભાગ લીધો હતો. અમે ભારતીય રાફેલ વિમાનોના ફ્લાયપાસ્ટના સાક્ષી બન્યા, અને અમારું નૌકાદળનું જહાજ પણ ફ્રાન્સના બંદર પર હાજર હતું. સમુદ્ર, જમીન અને હવાઈ ક્ષેત્રમાં આપણો વધતો જતો સહકાર એકસાથે જોવો એ એક અદ્ભુત દૃશ્ય હતું. ગઈકાલે રાષ્ટ્રપતિ મેક્રોને મને ફ્રાંસના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. આ સન્માન 1.4 અબજ ભારતીયોનું સન્માન છે.પ્રધાનમંત્રીની ફ્રાન્સના પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
July 15th, 01:42 am
બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા, નાગરિક પરમાણુ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ઊર્જા, વેપાર અને રોકાણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના વ્યાપક ક્ષેત્રો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.ભારત-ફ્રાન્સ ઇન્ડો-પેસિફિક બાબતે ભાવિ રૂપરેખા
July 14th, 11:10 pm
ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક રીતે સ્થિત નિવાસી શક્તિઓ છે અને ઇન્ડો પેસિફિક પ્રદેશમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા મુખ્ય ભાગીદારો છે. હિન્દ મહાસાગરમાં ભારત-ફ્રેન્ચ ભાગીદારી આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેની મહત્વપૂર્ણ બાબત બની ગઇ છે. 2018માં, ભારત અને ફ્રાન્સે 'હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સ સહકારની સંયુક્ત વ્યૂહાત્મક દૂરંદેશી' બાબતે સંમતિ દાખવી હતી. હવે, અમે અમારા સંયુક્ત પ્રયાસોનું પેસિફિક સુધી વિસ્તરણ કરવા માટે તૈયાર છીએ.સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉત્પાદનોથી ફેલાતા પ્રદૂષણને દૂર કરવા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતા
July 14th, 11:00 pm
પ્લાસ્ટિકનાં ઉત્પાદનોના કચરા અને ગેરવ્યવસ્થાપનના કારણે ફેલાતું પ્રદૂષણ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા છે, જેના પર તાકીદના ધોરણે ધ્યાન આપવું આવશ્યક છે. સામાન્ય રીતે, ઇકોસિસ્ટમ પર અને ખાસ કરીને સમુદ્રી ઇકોસિસ્ટમ પર તેની પ્રતિકૂળ અસર પડે છે (પ્લાસ્ટિકનો 80% કચરો ભૂમિગત સ્રોતોમાંથી નીકળે છે. 1950થી અત્યાર સુધીમાં 9.2 બિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેમાંથી 7 બિલિયન ટન કચરો પેદા થયો છે. દર વર્ષે, 400 મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, જેમાંથી એક તૃતીયાંશ ઉત્પાદન સિંગલ યુઝ માટે થાય છે અને લગભગ 10 મિલિયન ટન સમુદ્રમાં ઠાલવવામાં આવે છે[1]).પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાન્સની મુલાકાત અંગે સંયુક્ત સંદેશ
July 14th, 10:45 pm
મહામહિમ રાષ્ટ્રપતિના શ્રી ફ્રાન્સ ઇમેન્યુઅલ મેક્રોન આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠના અવસર નિમિત્તે પ્રજાસત્તાક ફ્રેન્ચના રાષ્ટ્રીય દિવસના અવસરે અતિથિ વિશેષ તરીકે ઐતિહાસિક મુલાકાત સંપન્ન કરી છે. જાન્યુઆરી 1998માં, પરિવર્તન અને અનિશ્ચિતતાના વિશ્વમાં, પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને રાષ્ટ્રપતિ જેક ચિરાકે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીની દિશામાં ઉન્નત કર્યા હતા – જે ભારત માટે કોઇપણ દેશ સાથેના પ્રથમ સંબંધો પૈકી એક છે.પ્રધાનમંત્રીની થોમસ પેસ્કેટ, ફ્રેન્ચ અવકાશયાત્રી, પાઇલટ અને અભિનેતા સાથે મુલાકાત
July 14th, 10:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 જુલાઈ 2023ના રોજ પેરિસમાં શ્રી થોમસ પેસ્કેટ, ફ્રેન્ચ એરોસ્પેસ એન્જિનિયર, પાઈલટ, યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી અને અભિનેતા સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીની ફ્રેન્ચ લક્ઝરી ફેશન હાઉસ ચેનલના ગ્લોબલ સીઈઓ શ્રીમતી લીના નાયર સાથે મુલાકાત
July 14th, 10:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ 2023ના રોજ પેરિસમાં ફ્રેન્ચ લક્ઝરી ફેશન હાઉસ ચેનલના વૈશ્વિક સીઈઓ સુશ્રી લીના નાયરને મળ્યા હતા.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ફ્રાન્સની મુલાકાત
July 14th, 10:00 pm
દીર્ઘકાલિન શહેરો સંબંધિત ભારતીય કાર્યક્રમ - આવિષ્કાર, એકીકૃતતા અને ટકાઉક્ષમતા માટે શહેરી રોકાણ (CITIIS 2.0)ના 2જા તબક્કા માટે ફ્રેન્ચ સમર્થન, જે જર્મની અને EU સાથે સહ-ધીરાણ આધારિત છે અને સંકલિત કચરા પર ધ્યાન કેન્દ્રિત કરીને વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપતા સ્પર્ધાત્મક રીતે પસંદ કરેલા પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે શહેર સ્તરે વ્યવસ્થાપન, રાજ્ય સ્તરે આબોહવા-લક્ષી સુધારાની ક્રિયાઓ અને રાષ્ટ્રીય સ્તરે સંસ્થાકીય મજબૂતીકરણ અને જ્ઞાનના પ્રસાર માટેનો કાર્યક્રમ છે.પ્રધાનમંત્રીની ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ સાથે મુલાકાત
July 14th, 09:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના પ્રમુખ અને એસેમ્બલીના વરિષ્ઠ નેતૃત્વ H.E શ્રીમતી યાએલ બ્રૌન-પિવેટને 14 જુલાઇ 2023ના રોજ તેમના સત્તાવાર નિવાસસ્થાન, પેરિસમાં હોટેલ ડી લાસે ખાતે લંચ પર મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી
July 14th, 05:39 pm
ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ નિમિત્તે, લશ્કરી બેન્ડના નેતૃત્વમાં 241 સભ્યોના ત્રિ-સેવા ભારતીય સશસ્ત્ર દળોએ પણ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ પંજાબ રેજિમેન્ટ, રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટ સાથે કરી રહ્યું હતું.પ્રધાનમંત્રીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી સન્માનિત કરાયા
July 13th, 11:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફ્રાન્સના પ્રજાસત્તાકના પ્રમુખ H.E. શ્રી એમેન્યુઅલ મેક્રોન દ્વારા ફ્રાન્સના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.હોરિઝોન (2047) વર્ષ 2047ની ક્ષિતિજ સુધીની રૂપરેખા: ભારત-ફ્રાંસની વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ, ભારત-ફ્રાંસના સંબંધોની સદી તરફ આગેકૂચ
July 13th, 11:30 pm
હિંદ-પ્રશાંતમાં ભારત અને ફ્રાંસ લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. બંને દેશો વચ્ચે વર્ષ 1947માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા પછી અને વર્ષ 1998માં આ ભાગીદારીને વ્યૂહાત્મક સ્તરની નવી ઊંચાઈએ લઈ ગયા પછી અત્યાર સુધી આપણા બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં વ્યક્ત સિદ્ધાંતો પ્રત્યે ઉચ્ચ સ્તરીય પારસ્પરિક વિશ્વાસ, સહિયારી કટિબદ્ધતાનું નિર્માણ કરવા તથા આંતરરાષ્ટ્રીય કાયદામાં રહેલાં પાયારૂપ સામાન્ય મૂલ્યો માટે ખભેખભો મિલાવીને સતત કામ કરે છે.પ્રધાનમંત્રીની ફ્રાન્સના પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
July 13th, 11:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પ્રધાનમંત્રી એચ.ઇ. શ્રીમતી એલિઝાબેથ બોર્ન સાથે 13 જુલાઈ 2023ના રોજ મુલાકાત કરી.PM Modi arrives in Paris, France
July 13th, 04:38 pm
PM Modi arrived in Paris, France and will be the Guest of Honour at the Bastille Day Parade on 14 July 2023, where a tri-services Indian armed forces contingent would be participating. PM Modi will hold formal talks with President Macron and will also attend a banquet and a private dinner.પ્રધાનમંત્રીની ફ્રાન્સ અને યુએઈની મુલાકાત (જુલાઈ 13-15, 2023)
July 12th, 02:19 pm
પ્રધાનમંત્રી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13-14 જુલાઈ 2023 દરમિયાન પેરિસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 14 જુલાઈ 2023ના રોજ બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ હશે, જ્યાં ભારતીય સશસ્ત્ર દળોની ત્રિ-સેવાઓની ટુકડી ભાગ લેશે.પ્રધાનમંત્રીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન ભારત-ફ્રાન્સનું સંયુક્ત નિવેદન
May 04th, 10:44 pm
ફ્રાન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને 4 મે 2022ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કામકાજી મુલાકાત દરમિયાન તેમનું આતિથ્ય કર્યું હતું.ફ્રાન્સની ફળદાયી મુલાકાત
May 04th, 09:16 pm
જર્મની અને ડેનમાર્કની ફળદાયી મુલાકાતો પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરવા પેરિસ પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદીના આગમન બાદ તરત જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીની બિરિટ્ઝમાં બેઠકો
August 25th, 10:59 pm
G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના નેતાઓ સાથે મંત્રણા કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી
August 23rd, 01:45 pm
પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ભારતના વિકાસ પર બોલતા, તેમણે છેલ્લા પાંચ વર્ષમાં લીધેલી પહેલ પર પ્રકાશ પાડ્યો. તેમણે વધુમાં કહ્યું કે ભારત-ફ્રાંસ સંબંધો વિશ્વાસ અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો પર આધારીત હતા અને બંને દેશોના નામોને જોડતા તેમણે કહ્યું, “આજે 21 મી સદીમાં આપણે ઇન્ફ્રાની વાત કરીએ છીએ. હું કહેવા માંગુ છું કે મારા માટે તે ઈન + ફ્રા છે, જેનો અર્થ ભારત અને ફ્રાન્સ વચ્ચે ભાગીદારી છે.