પ્રધાનમંત્રીએ સિંગાપોરના વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરી
September 05th, 04:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રોકાણ ભંડોળ, માળખાગત સુવિધા, ઉત્પાદન, ઊર્જા, સ્થાયીત્વ અને લોજિસ્ટિક્સ સહિત વિવિધ ક્ષેત્રોનાં સિંગાપોરનાં અગ્રણી સીઇઓનાં જૂથ સાથે આદાનપ્રદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેન કિમ યોંગ અને ગૃહ અને કાયદા મંત્રી મહામહિમ શ્રી કે શનમુગમ સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી કે શનમુગમ સહભાગી થયા હતા.સિંગાપોરના એમેરિટસ વરિષ્ઠ મંત્રી ગોહ ચોક ટોંગ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
September 05th, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરમાં એમેરિટસ વરિષ્ઠ મંત્રી ગોહ ચોક ટોંગ સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીની સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
September 05th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી થર્મન શનમુગરત્નમ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીની સિંગાપોરના વરિષ્ઠ મંત્રી લી સિયન લૂંગ સાથે બેઠક
September 05th, 02:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના વરિષ્ઠ પ્રધાનમંત્રી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લી સિયન લૂંગ સાથે મુલાકાત કરી હતી. વરિષ્ઠ મંત્રીએ પ્રધાનમંત્રીના સન્માનમાં બપોરના ભોજનનું આયોજન કર્યું હતું.પ્રધાનમંત્રીએ એઈએમ સિંગાપોરની મુલાકાત લીધી
September 05th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગ સાથે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સિંગાપોરની અગ્રણી કંપની એઈએમની મુલાકાત લીધી હતી. તેમને વૈશ્વિક સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં એઇએમની ભૂમિકા, તેની કામગીરી અને ભારત માટેની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સિંગાપોર સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશને સિંગાપોરમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ અને ભારત સાથે સહયોગની તકો વિશે એક બ્રીફિંગ આપી હતી. આ ક્ષેત્રની સિંગાપોરની અન્ય ઘણી કંપનીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ 11-13 સપ્ટેમ્બર, 2024નાં રોજ ગ્રેટર નોઇડામાં આયોજિત થનારી સેમિકોન ઇન્ડિયા પ્રદર્શનમાં સહભાગી થવા સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.પ્રધાનમંત્રીની સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
September 05th, 10:22 am
તેમની વાતચીતમાં બંને નેતાઓએ ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી. દ્વિપક્ષીય સંબંધોની વ્યાપકતા અને ઊંડાણ અને પ્રચૂર સંભવિતતાને ધ્યાનમાં રાખીને, તેઓએ સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય લીધો. તેનાથી ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીને પણ મોટું પ્રોત્સાહન મળશે. આર્થિક સંબંધોમાં મજબૂત પ્રગતિની સમીક્ષા કરતા, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના પ્રવાહને વધુ વિસ્તૃત કરવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રમાં આશરે 160 અબજ ડોલરનું રોકાણ ધરાવતું સિંગાપોર ભારત માટે અગ્રણી આર્થિક ભાગીદાર છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, ભારતમાં ઝડપી અને સાતત્યપૂર્ણ વૃદ્ધિએ સિંગાપોરની કંપનીઓ માટે રોકાણની પુષ્કળ તકો ખોલી છે. તેમણે સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ, શિક્ષણ, એઆઈ, ફિનટેક, નવી ટેકનોલોજીનાં ક્ષેત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા જ્ઞાન ભાગીદારીનાં ક્ષેત્રોમાં વર્તમાન સહકારની સમીક્ષા પણ કરી હતી. બંને નેતાઓએ આર્થિક અને લોકો વચ્ચેનાં સંબંધોને વધારવા દેશો વચ્ચે જોડાણને મજબૂત કરવા અપીલ કરી હતી. તેઓએ ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ્સમાં વેગ આપવા પણ હાકલ કરી હતી.સિંગાપોરના પ્રધાનમંત્રી સાથેની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
September 05th, 09:00 am
ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારું પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યા પછીની આ અમારી પ્રથમ મુલાકાત છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે 4Gના નેતૃત્વમાં સિંગાપોર વધુ ઝડપથી આગળ વધશે.PM Modi arrives in Singapore
September 04th, 02:00 pm
PM Modi arrived in Singapore. He will hold talks with President Tharman Shanmugaratnam, Prime Minister Lawrence Wong, Senior Minister Lee Hsien Loong and Emeritus Senior Minister Goh Chok Tong.વડાપ્રધાન એ સંશોધકોને મળ્યા જેમણે સહુપ્રથમ સિંગાપોર-ઇન્ડિયા હેકાથોનમાં ઇનામો જીત્યા હતા
November 15th, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંશોધકોને મળ્યા હતા જેમણે સહુપ્રથમ સિંગાપોર-ઇન્ડિયા હેકાથોનમાં ઇનામો જીત્યા હતા. તેમણે વડાપ્રધાન સાથે તેમના વ્યાપક સંશોધન અને કાર્ય વિષે ચર્ચા કરી હતી.સિંગાપોરમાં NCC કેડેટ્સને મળતા વડાપ્રધાન મોદી
November 15th, 11:22 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી NCC કેડેટ્સને મળ્યા હતા જેમને કેડેટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સિંગાપોરની મુલાકાત લેવાની તક મળી છે. તેમણે વડાપ્રધાન સાથે પોતાની યાદગાર શીખ અને અનુભવની વહેંચણી કરી હતી.સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની બેઠકો
November 14th, 12:35 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં ચર્ચાઓ હાથ ધરી હતી.સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલમાં પ્રધાનમંત્રીનુ મુખ્ય સંબોધન
November 14th, 10:03 am
સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલમાં મુખ્ય સંબોધન કરનાર કોઈ પણ દેશનાં પ્રથમ વડા હોવાનું સન્માન પ્રાપ્ત થવા બદલ હું ખુશી અનુભવ છું. મારા માટે આ ગર્વ અને સન્માનની વાત છે.સિંગાપોર આવી પહોંચતા વડાપ્રધાન મોદી
November 14th, 07:26 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોર આવી પહોંચ્યા હતા જ્યાં તેઓ વિવિધ વિવિધપક્ષીય અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. વડાપ્રધાન સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલ ખાતે મુખ્ય સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવા નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કર્યો
June 06th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવાન નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તલાપ કર્યો હતો. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજના માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વાર્તાલાપ શ્રુંખલાનો આ ચોથો સંવાદ હતો.Social Media Corner 3rd June 2018
June 03rd, 08:35 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!સોશિયલ મીડિયા કોર્નર 2 જૂન 2018
June 02nd, 07:30 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સિંગાપોરમાં ચાંગી નેવલ બેઝની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી
June 02nd, 01:46 pm
વડાપ્રધાન મોદીએ આજે સિંગાપોરમાં ચાંગી નેવલ બેઝની મુલાકાત લીધી હતી. બંને દેશો મેરીટાઇમ ક્ષેત્રમાં સહકાર આપી રહ્યા હતા અને વડાપ્રધાનની નેવલ બેઝની મુલાકાતનું લક્ષ્ય ભારત-સિંગાપોર મેરીટાઇમ સંબંધોને વધુ મજબૂત બનાવવાનું હતું.વડાપ્રધાન મોદીએ સિંગાપોરમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી
June 02nd, 12:12 pm
વડાપ્રધાન મોદીએ આજે સિંગાપોરમાં અસંખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન હેરીટેજ સેન્ટરની મુલાકાત લીધી, RuPay કાર્ડનો ઉપયોગ કરીને મધુબની પેઈન્ટીંગ ખરીદ્યું
June 02nd, 12:01 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરમાં ઇન્ડિયન હેરીટેજ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાંનાં પ્રદર્શનની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ત્યાં RuPay કાર્ડનો ઉપયોગ કરીને મધુબની પેઈન્ટીંગની પણ ખરીદી કરી હતી.વડાપ્રધાન મોદી સિંગાપોરમાં અમેરિકાના રક્ષામંત્રીને મળ્યા
June 02nd, 11:02 am
સિંગાપોરમાં વડાપ્રધાન મોદીએ અમેરિકાના રક્ષામંત્રી શ્રી જેમ્સ મેટ્ટીઝ સાથે ચર્ચા હાથ ધરી હતી.